Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: છારાનગરમાં દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાનો આપઘાત

અમદાવાદ: છારાનગરમાં દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાનો આપઘાત

0
465

અમદાવાદમાં છારાનગર વિસ્તારમાં દુષ્કર્મનો ભોગ બનનાર સગીર પીડિતાએ કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા લોકોમાં ભારે ચકચાર જોવા મળી રહ્યો છે. આ આપઘાત કરનારી પીડિત ધોરણ 12માં અભ્યાસ કરતી હતી અને તેની સાથે અભ્યાસ કરતા કુબેરનગરના એક વિદ્યાર્થીએ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું અને તેનો અશ્લીલ વીડિયો પણ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.

પીડિત યુવતિનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ સગીરાને લાગી આવ્યું હતું અને તે પોતાના ઘરમાંથી બહાર પણ નિકળી શકતી ન હતી જેથી તેણીએ કંટાળી ગળેફાંસો ખાઈને જીવનનો અંત લાવી દીધો હતો. ઘટના બાદ છારાનગર વિસ્તારમાં સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થિતિને જોતા આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, જ્યારે જ્યારે સગીરા આ વિદ્યાર્થી મિત્રના અન્ય મિત્રના કાકાની દુકાને કોઈ સામાન લેવાય જાય ત્યારે ત્યાં અન્ય મિત્રો સગીરાનો પીછો કરતા હતા અને બાદમાં તેની સાથે શરીર સંબંધ બાંધવા હાથ પકડતા અને ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને શરીર સંબંધ બાધવાની માંગણી કરતા હતા.

સગીરા મનાઈ કરતી હતી જેથી આ મિત્રોએ ભેગા મળી તેનો ન્યૂડ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. જો કે સગીરાએ આ વિદ્યાર્થીના જ ત્રણ મિત્રો સાથે શરીર સંબંધ બાંધવાનો ઈનકાર કરતા લગભગ 10 જેટલા વીડિયો વાયરલ કરી દીધા હતા. સરદારનગર પોલીસે પોક્સો અને આઈટી એક્ટ મુજબ બે અલગ અલગ ફરિયાદ નોંધી એક આરોપીની ધરપકડ કરી છે.

સુરતમાં 10 રુપિયાની લાલચ આપી બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ