Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સાદિક જમાલ એન્કાઉન્ટર કેસ: CBI કોર્ટે તરુણ બારોટ અને અન્ય પોલીસ કર્મીને દોષમુક્ત જાહેર કર્યા

સાદિક જમાલ એન્કાઉન્ટર કેસ: CBI કોર્ટે તરુણ બારોટ અને અન્ય પોલીસ કર્મીને દોષમુક્ત જાહેર કર્યા

0
87

સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં 2012થી ચાર્જફ્રેમની પ્રક્રિયા બાકી છે Sadiq Jamal Encounter Case

આકીબ છીપા,અમદાવાદ: વર્ષ 2003 સાદિક જમાલ ફેક એન્કાઉન્ટર કેસમાં નિવૃત DySP (ડેપ્યુટી સુપ્રિટેનડેન્ટ ઓફ પોલીસ) તરુણ બારોટ અને અન્ય એક પોલીસ કર્મચારી છત્રસિંહ ચુડાસમાને શનિવારે સ્પેશ્યલ CBI કોર્ટે દોષમુક્ત જાહેર કર્યા છે. Sadiq Jamal Encounter Case

CBIએ તરુણ બારોટની ડિસ્ચાર્જ અરજી સામે કોર્ટમાં રજુઆત કરી હતી કે તરુણ બારોટ વિરુદ્ધ તેમની પાસે પૂરતા પુરાવવા છે. આ કેસમાં વર્ષ 2012થી ચાર્જફ્રેમની પ્રક્રિયા બાકી છે. CBIએ તરુણ બારોટના મુંબઈ જતી વખતે પેટ્રોલના બિલ સહિત સાક્ષીઓના નિવેદન રજૂ કર્યા હતા. આ કેસમાં સંડોવાયેલા કુલ 8 પોલીસ કર્મચારીઓ પૈકી એકનું મોત થયું છે, જ્યારે બે આરોપીઓને હાલમાં જ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. Sadiq Jamal Encounter Case

તરુણ બારોટ તરફે દાખલ કરાયેલી ડિસ્ચાર્જ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ નિર્દોષ છે અને કેસમાં ખોટી રીતે તેમને સામેલ કરવામાં આવ્યા છે. તરુણ બારોટ આ કેસમાં સંડોવાયેલા હોય તેવો કોઈ સીધો નિવેદન નથી. આ કેસમાં તેમની સામે તથ્ય માત્ર આટલો જ છે કે તેઓ 2 જાન્યુઆરી થી 4 જાન્યુઆરી 2003 દરમિયાન મુંબઈ ગયા હતા. Sadiq Jamal Encounter Case

ગત 24મી નવેમ્બરના રોજ સ્પેશ્યલ CBI કોર્ટે સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં સંડોવાયેલા બે પોલીસ કર્મચારી – આર.એલ. મવાણી અને અજયપાલ યાદવને દોષમુક્ત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ મનપા ચૂંટણી: શહેરની 192 બેઠકો પર થશે મતદાન, કોંગ્રેસ નેતા ક્યાંથી અને ક્યારે આપશે વોટ?

સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે પોલીસ કર્મચારી – અજયપાલ યાદવ અને આર.એલ. મવાનીને દોષમુક્ત જાહેર કરતા નોંધ્યું હતું કે બંને અરજદારો સામે કાર્યવાહી કરવા માટે પુરતા કારણો ઉપલબ્ધ નથી. બંને અરજદારો આ ગુનામાં સંડોવાયેલા છે તેવું સ્પષ્ટ થતું નથી. આ કેસમાં મુંબઈ અને ગુજરાતના કેટલાક ઉચ્ચ પોલીસ કર્મચારીઓ સંડોવાયેલા છે. Sadiq Jamal Encounter Case

આ કેસમાં સીબીઆઈ તરફે રજુઆત કરવામાં આવી હતી કે સાદિક જમાલ આંતકી નથી, પરંતુ પીડિત છે. નોંધનીય છે કે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈએ તપાસમાં જણાવ્યું હતું કે જે.જી પરમાર, તરુણ બારોટ, અજયપાલ યાદવ સહિત 8 પોલીસ કર્મચારીઓએ સાદિક જમાલની હત્યા કરી હતી.Sadiq Jamal Encounter Case

જાન્યુઆરી 2003માં અમદાવાદના નરોડા વિસ્તાર પાસે ક્રાઈમ બ્રાન્ચના કેટલાક કર્મચારીઓ દ્વારા સાદિક જમાલની તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાના ઇરાદે આવ્યો હોવાની જાણકારીના આધારે તેનું એન્કાઉન્ટર કરી નાખ્યું હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat