Gujarat Exclusive > દેશ-વિદેશ > મહારાષ્ટ્રમાં વધુ એક લેટર બોમ્બ: દેશમુખની જેમ મંત્રી અનિલ પરબે પણ આપ્યો હતો વસૂલીનો ટાર્ગેટ

મહારાષ્ટ્રમાં વધુ એક લેટર બોમ્બ: દેશમુખની જેમ મંત્રી અનિલ પરબે પણ આપ્યો હતો વસૂલીનો ટાર્ગેટ

0
20

એન્ટીલિયા કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ બુધવારે પૂર્વ API સચિન વજેને સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. તપાસ એજન્સીની માંગણી પર કોર્ટે વજેની કસ્ટડી 9 એપ્રિલ સુધી વધારી દીધી છે. કોર્ટેમાં પેશી દરમિયાન સચિન વજેએ અદાલત સામે એક લેખિન નિવેદન રજૂ કર્યું. આ નિવેદન તેને NIAને કસ્ટડી દરમિયાન આપ્યો હતો. જેમાં સચિન વજેએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર અનિલ પરબ ઉપર અવૈધ વસૂલી કરવાના આરોપ લગાવ્યા છે.

લેખિત નિવેદનમાં વજેએ તે પણ કહ્યું કે, વસૂલી કાંડની બધી જ જાણકારી અનિલ દેશમુખના PAને હતી. સચિન વજેએ પોતાના નિવેદનમાં કહ્યું કે, NCP ચીફ શરદ પવારે તેઓ ફરીથી મુંબઈ પોલીસમાં જોડાવવાનો વિરોધ કર્યો હતો. તેઓ ઈચ્છતા હતા કે, વજેને સસ્પેન્ડ કરી દેવામાં આવે.

સચિન વજેએ NIAને આપેલા નિવેદનમાં કહ્યું કે, મે 6 જૂન 2020માં બીજી વખત ડ્યુટી જોઈન્ટ કરી હતી. મારી ડ્યુટીની જ્વોઈનિંગથી શરદ પવાર ખુશ નહતા. તેમને મને બીજી વખત સસ્પેન્ડ કરવાનું કહ્યું હતુ. આ વાત મને પોતે અનિલ દેશમુખે જણાવી હતી. તેમને મારા પાસે પવાર સાહબને મનાવવા માટે બે કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આટલી મોટી રકમ આપવી શક્ય નહતી. તે પછી ગૃહમંત્રીએ તે રકમ મને પાછળથી ચૂકવવાનું કહ્યું હતુ. તે પછી મારી પોસ્ટિંગ મુંબઈની ક્રાઈમ ઈન્ટેલિજન્સ યૂનિટ (CIU)માં થઈ.

સચિન વજેએ મંત્રી અનિલ પરબ પર આરોપ લગાવતા કહ્યું, તે પછી ઓક્ટોબર 2020માં અનિલ દેશમુખે મને સહ્યાદી ગેસ્ટ હાઉસમાં બોલાવ્યા હતો. જ્યાં મીટિંગ દરમિયાન અનિલ પરબે કહ્યું, SBUT ( Saifee Burhani Upliftment Trust) કમ્પલેન્ટ પર ધ્યાન આપો, જે એક પ્રીલીમિનરી સ્ટેજ પર હતી. તે ઉપરાંત મને કહેવામાં આવ્યું કે, હું SBUTના ટ્રસ્ટીને ઈન્ક્વાયરી બંધ કરવા માટે ડીલ કરૂ અને તે માટે 50 કરોડની રકમની ડિમાન્ડ કરૂં.

અનિલ પરબ સાથે થયેલી વધુ એક મુલાકાતનો ઉલ્લેખ કરતાં વજેએ કહ્યું, જાન્યુઆરી 2020માં મંત્રી અનિલ પરબે બીજી વખત મને પોતાના સરકારી બંગલા પર બોલ્યા અને BMCમાં લિસ્ટેડ Praudulant contractor વિરૂદ્ધ કમાન સંભાળવાનું કહ્યું.

મંત્રી અનિલ પરબે આવી જ રીતની 50 લિસ્ટેડ કંપનીઓમાંથી દરેક કંપની પાસેથી બે કરોડ રૂપિયા લેવાનું કહ્યું. કેમ કે, એક ફરિયાદ પર આ કંપનીઓ વિરૂદ્ધ તપાસ ચાલી રહી હતી જે પ્રારંભિક તબક્કામાં હતી.

મંત્રી અનિલ પરબે પોતાના પર લગાવવામાં આવેલા આરોપો ફગાવતા સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, આ બધા જ આરોપો પર તેમનો કોઈ જ સંબંધ નથી અને તેમને તે પણ ખબર નથી કે, એસબીયૂટી વિરૂદ્ધ કોઈ તપાસ ચાલતી હતી કે નહીં. વાજેના બધા જ આરોપ બીજેપીની રણનીતિનો હિસ્સો છે.

મંત્રી અનિલ પરબે કહ્યું કે, તેઓ નાર્કો ટેસ્ટ માટે પણ તૈયાર છે, પરંતુ આ માનહાનિ બંધ થવી જોઈએ. તેમનું કહેવું છે કે, આ પત્ર સરકારને બદનામ કરવા માટે લખવામાં આવ્યો છે. વાજે પહેલાથી કસ્ટડીમાં રહ્યો છે. તેને અત્યાર સુધી કોઈ ફરિયાદ કરી નહતી, પરંતુ જ્યારથી તે એનઆઈએની કસ્ટડીમાં આવ્યો તો સરકારમાં સામેલ લોકોના જૂઠ્ઠા નામ લેવા લાગ્યો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat