Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > UPના સબીહ ખાને દેશનું ગૌરવ વધાર્યું, Appleમાં ઉચ્ચ પદ પર પહોંચનાર પ્રથમ ભારતીય

UPના સબીહ ખાને દેશનું ગૌરવ વધાર્યું, Appleમાં ઉચ્ચ પદ પર પહોંચનાર પ્રથમ ભારતીય

0
889

દિગ્ગજ અમેરિકન કંપની એપ્પલનું (Apple) નામ વિશ્વની ટૉપ કંપનીઓની યાદીમાં સામેલ છે. આ પ્રતિષ્ઠિત કંપનીમાં એક ભારતીયએ (Indian) પોતાની ટેલેન્ટના જોર પર ઊંચુ પદ પ્રાપ્ત કર્યું છે. સબીહ ખાનની (Sabih Khan)એપ્પલના સીનિયર વાઈસ પ્રેસિડન્ટ ઓપરેશન્સ તરીકે નિમૂણૂંક કરવામાં આવી છે. શુક્રવારે એપ્પલએ પોતાના કેલિફોર્નિયા સ્થિત હેડક્વાર્ટરમાં સબીહ ખાનની નિમણૂંકની જાહેરાત કરી હતી.

મૂળ ઉત્તર પ્રદેશના મુરાદાબાદના સબીહ ખાન એપ્પલના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) જૈફ વિલિયમ્સને (Jeff Williams) રિપોર્ટ કરશે.

વર્ષ 1990થી એપ્પલમાં કામ કરી રહેલા સબીહ ખાન કંપનીમાં પ્રોડક્ટ ઓપરેશન્સ અને સપ્લાય ચેન જેવી મોટી જવાબદારી વાળા પદો સંભાળી રહ્યા છે. એપ્પલના પ્રોડક્ટને વિક્સિત કરવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

પોતાની આ ઉપલબ્ધિથી સબીહ ખાને વિશ્વભરમાં ભારત અને મુરાદાબાદનું ગૌરવ વધાર્યું છે. વિશ્વની સૌથી શ્રેષ્ઠ IT કંપનીઓમાં સામેલ એપ્પલમાં આટલી ઊંચી પોસ્ટ પર પહોંચનારા તેઓ પ્રથમ ભારતીય છે.

સબીહ ખાનનું બાળપણ
સબીહ ખાનનો જન્મ 1966માં મુરાદાબાદના સિવિલ લાઈન્સ વિસ્તારમાં થયો હતો. મુરાદાબાદની બ્રાસ એક્સપોર્ટ ઈન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર યાર મહોમ્મદ ખાનના પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતા સઈદ યૂ ખાન રામપુરમાં રહેતા હતા. 1963માં યાર મહોમ્મદ ખાનની પૌત્રી સાજદા ખાન સાથે નિકાહ બાદ સઈદ યુ ખાન અહીં એક્સપોર્ટનું કામ જોવા લાગ્યા હતા.

સબીહે 5માં ધોરણ સુધીનો અભ્યાસ મુરાદાબાદની સેન્ટ મેરી સ્કૂલમાં કર્યો હતો. જે બાદ સબીહના પિતા સઈદ યૂ ખાન સહપરિવાર સિંગાપુરમાં શિફ્ટ થઈ ગયા. સિંગાપુરમાં તેમણે પોતાનો વ્યવસાય શરૂ કર્યો.

સબીહનું આગળનું ભણતર સિંગાપુરમાં થયું અને બાદમાં તેમણે અમેરિકાથી મેકેનિકલ એન્જિનિયરિંગમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. સબીહે વૉશિંગ્ટનની એક યુવતી સાથે લગ્ન કર્યા છે અને તેમને 3 બાળકો પણ છે. હવે તો સબીહ સિંગાપુરમાં સેટલ થઈ ચૂક્યા છે. છેલ્લે 10 વર્ષ પહેલા સબીહ પોતાના પિતરાઈ જુહૈબખાનના લગ્ન પ્રસંગે મુરાદાબાદ આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) પોતાના અમેરિકા પ્રવાસ વખતે એપ્પલના ચીફ ટિમ કૂક (Tim Cook) સાથે મુલાકાત કરી, તે દરમિયાન સબીહ પણ તેમની સાથે જ હતા. સબીહની ઉપલબ્ધિના કારણે સમગ્ર પરિવારમાં ખુશી છવાઈ છે.

ભારતમાં રહેતા તેમના સબંધીનું કહેવું છે કે, સબીહ ખાનને સાદગી પસંદ છે. સબીહની હિંદી પર સારી પક્કડ છે અને આજે પણ હિંદી ગીતો અને પારલે-જી બિસ્કિટ તેમની પ્રથમ પસંદ છે. સબીહના 2 નાના ભાઈઓમાંથી એક શમી ખાન લંડનમાં જ્યારે બીજો ભાઈ સલમાન સિંગાપુરમાં વસવાટ કરે છે.

સાંડેસરા ગ્રુપનું કૌભાંડ PNB સ્કેમથી પણ મોટું: ED