Gujarat Exclusive > રાજનીતિ > સામનામાં શિવસેનાનો પ્રહાર, કહ્યું- ‘સ્પીકરની નિયુક્તિ ભાજપ માટે તમાચો’

સામનામાં શિવસેનાનો પ્રહાર, કહ્યું- ‘સ્પીકરની નિયુક્તિ ભાજપ માટે તમાચો’

0
174

મુંબઈ: NCP અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને મહારાષ્ટ્રની સત્તા હાંસલ કર્યા બાદ શિવસેના પોતાની પહેલાની સહયોગી પાર્ટી ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. શિવસેનાએ પોતના મુખપત્ર સામનામાં લખ્યું છે કે, ભાજપે આગામી 5 વર્ષ સુધી પાછળ હટવાની આદત નાખવી પડશે.

સામનાના સંપાદકીયમાં લખવામાં આવ્યું છે કે, શિવસેના-NCP અને કોંગ્રેસ સરકાર પાસે 170 ધારાસભ્યોનું સમર્થન છે. આ અમે પહેલા જ દિવસથી કહીં રહ્યાં હતા. જો કે દેવેન્દ્ર ફડણવીસને પોતાના ચશ્માથી આ આંકડો 130થી ઉપર નહતો લાગતો. 170નો આંકડો જોઈને ફડણવીસના નેતૃત્વ વાળો વિપક્ષ વિધાનસભામાંથી ભાગી ગયો.

સામનામાં આગળ લખવામાં આવ્યું છે કે, શનિવારે 170ના આંકડાની ભાજપ પર એવી અસર જોવા મળી કે, વિધાનસભા અધ્યક્ષ પદની ચૂંટણીમાં તેમને પીછે હટ કરવી પડી. હવે આગામી 5 વર્ષ સુધી તેમણે આવી જ રીતે પાછળ હટવાની આદત રાખવી પડશે.

ફડણવીસને લઈને સામનાના સંપાદકીયમાં લખવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી તરીકે ફડણવીસથી જે ભૂલ થઈ, તે વિપક્ષના નેતા તરીકે તેમણે ક્યારેય ના કરવી જોઈએ. વિપક્ષના નેતાની શાન અને પ્રતિષ્ઠા જળવાય તે અમારી ઈચ્છા છે.

ફડણવીસ વિશે વધુમાં લખવામાં આવ્યું છે કે, બહુમત ના હોવા છત્તાં પણ મહારાષ્ટ્રને અંધારામાં રાખીને ગેરકાયદેસર શપથ લેનારા મુખ્યમંત્રી અને વિધાનસભાનો સામનો કર્યા વિના 80 કલાકમાં ચાલતી પકડનાર મુખ્યમંત્રી તરીકે તમારૂં નામ ઈતિહાસમાં નોંધાઈ ચૂક્યું છે. તેને યાદ રાખો. આ કલંકને સુધારવા માટે વિપક્ષ નેતા તરીકે કાયદેસરકનું કામ કરો.

નાના પટોલેને લઈને સામનામાં લખ્યું છે કે, વિધાનસભા અધ્યક્ષ પર નાન પટોલેની નિયુક્તિ સૌથી મોટો તમાચો છે. વડાપ્રધાન મોદીના વિરોધમાં બળવો પોકારીને સાંસદ તરીકે રાજીનામું આપનાર ભાજપના ક્રાંતિવીર તરીકે નાના પટોલેનું નામ નોંધાયું છે. તેઓ વિધાનસભામાં પણ જીતી ગયા અને હવે વિધાનસભા અધ્યક્ષ બન્યા. મોદી કોઈને બોલવા નથી દેતા, એવું પટોલેનું કહેવું હતું. હવે વિધાનસભામાં ફડણવીસને બોલવું છે કે કેમ? તે નાના પટોલે નક્કી કરશે.

ફડણવીસને 80 કલાક સુધી CM બનાવવા પર BJP સાંસદનો મોટો ખુલાસો