Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > પાકિસ્તાને પ્રથમ ટેસ્ટમાં સ્પિનની તાકાતથી દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યુ

પાકિસ્તાને પ્રથમ ટેસ્ટમાં સ્પિનની તાકાતથી દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યુ

0
52
  • નૌમાન અલી અને યાસિર શાહે ટેસ્ટમાં 14 વિકેટો લીધી ચોકર્સને ઘૂંટણીયે ટેકવ્યા
  •  દક્ષિણ આફ્રિકા પ્રથમ દાવ- 220/10 અને 245/10, પાક. 378/10 અને 90/3

કરાચીઃ પાકિસ્તાને સ્પિન બોલિંગથી તાકાતથી પ્રવાસી દક્ષિણ આફ્રિકાને પ્રથમ ટેસ્ટ (SA vs PAK Test)માં 7 વિકેટે હરાવી દીધુ. સાથે બે ટેસ્ટની શ્રેણીમાં 1-0ની સરસાઇ મેળવી લીધી. પોતાની ડેબ્યુ મેચ રમી રહેલા 34 વર્ષના સ્પિનર નૌમાને 35 રનમાં 5 વિકેટ લીધી. જ્યારે યાસિરે 79 રન આપી 4 ખેલાડીઓને આઉટ કર્યા.

દક્ષિણ આફ્રિકાનો બીજો દાવ 245 રનમાં સમેટાઇ ગયો. જીતવા માટે 88 રન બનાવતા જો કે પાકિસ્તાનની પણ ત્રણ વિકેટ પડી ગઇ હતી. છેવટે 3 વિકેટે 90 રન બનાવી પાકિસ્તાને જીત મેળવી લીધી.

આ પણ વાંચોઃ Telegram માં એડ થયું યુનિક ફિચર, હવે તમારી WhatsApp ચેટ્સ કરી શકશો ટ્રાન્સફર

બાબર આઝમની કેપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટમાં જીત

પહેલાં આબિદ અલી (10) પ્રથમ ટેસ્ટ રમી રહેલો ઇમરાન બટ્ટ (12) અને કોપ્ટન બાબાર આઝમ 30 રને આઉટ થયા હતા. બાબર આઝમે કેપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટ (SA vs PAK Test)માં વિજય મેળવવાની સિદ્ધિ નોંધાવી છે.

સદીવીર ફ્વાદ આલમ મેન ઓફ ધ મેચ

અઝહર અલી 32 રન બનાવી નોટઆઉટ રહ્યો જ્યારે પ્રથમ ઇનિંગમાં સદી ફટકારનારા ફવાદ આલમે સ્પિનર કેશવ મહારાજના બોલે વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો. ફવાદ મેન ઓફ ધ મેચ બન્યો.

આ પણ વાંચોઃ ટીમ ઇન્ડિયા માટે ફિરંગી ચેતવણીઃ ઇંગ્લેન્ડે શ્રીલંકાને તેના ઘર આંગણે 2-0થી ટેસ્ટમાં હરાવ્યુ

પાકિસ્તાન વતી ડાબોડી સ્પિનર નૌમાન અલી અને લેગ સ્પિનર યાસિર શાહે મેચ (SA vs PAK Test)માં 14 વિકેટો લીધી. તેમની ઘાતક બોલિંગ સામે દક્ષિણ આફ્રિકન ખેલાડીઓ ઘૂંટણી પડેલા દેખાયા. પ્રથમ ઇનિંગમાં પણ તે માત્ર 220 રને ઓલઆઉટ થઇ ગયું હતું.

પ્રથમ ઇનિંગમાં પાક.ની 4 વિકેટ 28 રને પડી હતી

જ્યારે પાકિસ્તાનની પ્રથમ દાવમાં 4 વિકેટ માત્ર 27 રને પડી ગઇ હતી. પરંતુ ફ્વાદ આલમની સદીને સહારે તેણે 378 રન ખડકી 158 રનની સંગીન લીડ મેળવી હતી.

બીજા દાવમાં દક્ષિણ આફ્રિકાએ 158 રનના દેવા સાથે ત્રીજા દિવસે 4 વિકેટે 187 રન કર્યા હતા. પરંતુ ચોથા દિવસે શુક્રવારે તેની ઇનિંગ લંચ પહેલાં જ 245 રને સમેટાઇ ગઇ હતી. તેમ્બા બાવુઆ 93 બોલમાં 40 રન બનાવી છેલ્લા બેટ્સમેન તરીકે આઉટ થયો હતો.

બીજી ટેસ્ટ 4 ફેબ્રુઆરીથી રાવલપિંડીમાં રમાશે SA vs PAK Test news

આ પાકિસ્તાનની દક્ષિણ આફ્રિકા સામે 27 ટેસ્ટમાં માત્ર 5મી જીત છે. હવે બીજી ટેસ્ટ 4 ફેબ્રુઆરીથી રાવલપિંડીમાં શરુ થશે. ત્યાર બાદ બંને ટીમો 11 અને 14 ફેબ્રુઆરી વચ્ચે ત્રણ ટી-20 રમશે.

આ પણ વાંચોઃ BCCIના અધ્યક્ષ ગાંગુલીની મહિનામાં બીજી વખત તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9

ફેસબુક-ઇંસ્ટાગ્રામ સહિતના વિવિધ સોશિયલ મીડિયા પર સમાચાર મેળવવા માટે અહી ક્લિક કરો