Highest Paid Youtuber: ડિજિટલ મીડિયાએ વિશ્વને છેલ્લા કેટલાક વર્ષોમાં એટલી અસર કરી છે કે, આ પ્લેટફોર્મ્સ પર કેરિયલ બનાવી અઢળક કમાણી કરી રહ્યાં છે. ખાસ વાત એ છે કે, આ પ્લેટફોર્મ્સ પર કમાણી કરવા બાબતે ઉંમરની કોઈ મર્યાદા નથી. જેનું ઉત્તમ ઉદાહરણ YouTube છે. જ્યાં વર્ષ 2020માં સૌથી વધુ કમાણી કરનાર એક એવો છોકરો છે, જે હજુ 10 વર્ષનો પણ નથી.
અમેરિકાના ટેક્સાસમાં રહેતો 9 વર્ષનો રાયન કાજી યૂટ્યૂબ પર રમકડા અને ગેમ્સને અનબૉક્સ કરે છે અને તેના રિવ્યૂ કરે છે. તે વર્ષ 2020માં માત્ર YouTubeથી 29.5 મિલિયન ડૉલર્સ એટલે કે 221 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂક્યો છે. આ સિવાય બ્રાન્ડેડ ટૉય અને ક્લોથિંગ થકી આ ટેણીયાએ 200 મિલિયન ડૉલર્સની કમાણી કરી છે. Highest Paid Youtuber
રાયને તાજેતરમાં જ નિકોલિડિએન સાથે પોતાની ખુદની ટીવી સીરિઝ માટે ડીલ સાઈન કરી છે. કાજીની સૌથી લોકપ્રિય વીડિયો હ્યૂઝ એગ્સ સરપ્રાઈઝ ટૉય ચેલેન્જના 2 બિલિયનથી વધુ વ્યૂઝ છે. આ વીડિયો યૂટ્યૂબના ઈતિહાસમાં સૌથી વધુ વખત જોવામાં આવનાર વીડિયોમાં સામેલ છે. Highest Paid Youtuber
રાયને વર્ષ 2015માં વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતુ. તેને આ આઈડિયા ત્યારે આવ્યો, જ્યારે તેણે રમકડાના રિવ્યૂ માટે વીડિયો જોવાના શરૂ કર્યા હતા. Highest Paid Youtuber
રાયનની રિવ્યૂ કરવાની પદ્ધતિ લોકોને ઘણી જ પસંદ પડવા લાગી અને તેના ફેન્સ પણ વધવા લાગ્યા. રાયનની લોકપ્રિયતા 3 વર્ષ બાદ ચરમ પર પહોંચી ચૂકી હતી અને તે વર્ષ 2018 અને 2019માં પણ યૂટ્યૂબ પર સૌથી વધુ કમાણી કરનાર યૂટ્યૂબર હતો.
આ પણ વાંચો: CM રૂપાણીએ ‘જન સ્મોલ ફાઇનાન્સ બેંક’ની 15 શાખાઓનું ઇ-લોકાર્પણ કર્યું
રાયનની લોકપ્રિયતાને જોતા અનેક ટૉય કંપનીઓ તેની પાસે આવે છે અને રાયન લેટેસ્ટ ટૉય અનબૉક્સ કરે છે અને રિવ્યૂ આપે છે. જ્યારે YouTube પર કરોડો લોકો તેના આ વીડિયો જુએ છે.Highest Paid Youtuber
વર્ષ 2020ની ફોર્બ્સ લિસ્ટ ઑફ યુટ્યૂબ સ્ટાર્સમાં બીજા નંબર પર 22 વર્ષનો જિમી ડોનાલ્ડસન છે. જે મિસ્ટર બીસ્ટના નામે ઓળખાય છે. જેણે અંદાજે 24 મિલિયન ડૉલરની કમાણી કરી છે. જે પ્રથમ વખત જ આ લિસ્ટમાં સામેલ થવામાં સફળ રહ્યો છે.