આજકાલ કરતાં રશિયા-યુક્રેન યુદ્ધના 393 દિવસ પૂરા થયા છે જે એક વર્ષ કરતાં પણ વધુ સમય કહી શકાય. એક રીતે સબળ લાગતું રશિયા હજુ પણ યુક્રેન પર પોતાનો સંપૂર્ણ કંટ્રોલ સાબિત કરી શક્યું નથી. બીજી તરફ ઝીનપિંગ-પુટિનની મુલાકાતમાં આખું વિશ્વ કાગડોળે કોઈ પરિણામ આવશે એની રાહ જોઈને ઊભું છે. વિશ્વના અલગ અલગ દેશો આ વિશે શું માને છે ?
Advertisement
Advertisement
- ચેઝ રિપબ્લિકના પ્રમુખ પેટ્ર પેવલ માને છે કે પશ્ચિમના દેશોની મદદને કારણે યુક્રેનની વધુ પડતી થશે એવું લાગે છે.
- જ્યારે જર્મનીનું એક અખબાર જણાવે છે કે જો અમેરિકા યુક્રેનને મદદ કરવાનું ઓછું કરી દેશો તો યુક્રેનની સ્થિતિ વધુ બગડશે. આખો ખેલ અમેરિકાની મદદના આધાર પર છે.
- ચીનના ઝિનપિંગની રશિયા મુલાકાતને એક શાંતિ વાટાઘાટ તરીકે દર્શાવવામાં આવી રહી છે. ચીને આ અંગે પોતાને તટસ્થ ગણાવ્યું છે.
- રશિયા-યુક્રેનના યુદ્ધ અંગે તુર્કિના પ્રમુખ એર્ડોજેન જણાવ્યું છે કે તેઓ થોડાં જ સમયમાં બ્લેક સી એક્સપોર્ટ ડીલ માટે યુક્રેન અને રશિયા સાથે સંયુક્ત મંત્રણા કરશે.
- કેનેડાએ યુક્રેનિયન પરિવારોને મદદ કરવા માટે એક સપોર્ટ પ્રોગ્રામ જાહેર કર્યો છે અને તેમણે યુક્રેનના વિદ્યાર્થીઓ માટેની ઈમિગ્રેશન પોલીસી હળવી બનાવી દીધી છે.
- છેલ્લા થોડાં દિવસમાં જ કિવ ખાતે રશિયાના ડ્રોન એટેકના કારણે યુક્રેનમાં આઠ જણાંના મૃ્ત્યુ થયા છે અને સાત નાગરિકો ગંભીર રીતે ઘાય થયા છે.
- દક્ષિણ યુક્રેનના ઝારોરિઝિયા શહેરમાં રશિયન મિસાઈલ ત્રાટકતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 25 જણાં ઘાયલ થયા છે.
- હમણાં જ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ યુક્રેનની બખમુત સરહદે સૈનિકો સાથે મુલાકાત યોજી હતી.
- તાજેતરમાં જ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે તે દરેક રીતે પ્રતિકાર કરશે અને સામે જવાબ આપવા માટે તત્પર છે.
Advertisement