Gujarat Exclusive > દેશ-વિદેશ > રશિયા અને યુક્રેન વચ્ચે સામ સામે હુમલો કરાઈ રહ્યા હોવાનું સામે આવ્યું, એક બીજાએ હુમલો કર્યો શું યુધ્ધ શરૂ થયું?

રશિયા અને યુક્રેન વચ્ચે સામ સામે હુમલો કરાઈ રહ્યા હોવાનું સામે આવ્યું, એક બીજાએ હુમલો કર્યો શું યુધ્ધ શરૂ થયું?

0
2

રશિયાએ યુક્રેનને બે દીવસ પહેલા જ 1 લાખ સૈનિકોથી ઘેરી લીધું હતુ પરંતુ બીજા દિવસે સમાચાર આવ્યા હતા જે તેને તેના સૈન્યને પરત બોલાવવાની તૈયારીઓને કરી દીધી છે અને સૈનિકો ખસી પણ ગયા છે. પરંતુ અમેરિકાનું માનવું હતું કે, યુક્રેન પર રશિયા ગમે ત્યારે હુમલો કરી શકે છે. આ વાતે ફરી ચિંતા વધારી છે. રશિયાએ એક સ્કૂલ પર હુમલો કર્યાની વાત સામે આવી છે.

રશિયા અને યુક્રેન વચ્ચેના તણાવો સમવાનું જાણે નામ નથી લઈ રહ્યા. બંને વચ્ચે તણાવ વધી રહ્યો છે. ઇન્ટરનેશનલ અહેવાલો તરફથી મળતી માહિતી મુજબ બંને દેશો એકબીજા પર ફાયરિંગનો આરોપ લગાવી રહ્યા છે.

યુએસ એમ્બેસી તરફથી એ પ્રકારની વાત સામે આવી છે કે, યુક્રેન કિવમાં સ્ટેનિટ્સિયા લુહાન્સકામાં આવેલી એક શાળામાં રશિયા દ્વારા હુમલો કરાયો છે. જ્યારે સામે પક્ષે રશિયાનો પણ એવો દાવો છે કે, યુક્રેનની સેનાએ ડોનબાસ પર હુમલો કર્યો હતો. આમ આ બંને વચ્ચેના આરોપ પ્રત્યારોપને જોતા અમેરિકા હરકતમાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. કેમ કે, અગાઉ રશિયાને અમેરિકા તરફથી ચેતવણી મળી પણ હતી પરંતુ રશિયા કોઈની એક વાત પણ સાંભડે તેમ નથી.

અમેરિકાએ સેટેલાઇટ ઇમેજ પ્રમાણે કહ્યું હતું કે, રશિયાના સૈન્યમાં વધારો કરવામાં આવ્યો છે આ ઉપરાંત બેલારુસ ક્રિમીયા અને પશ્ચિમ રશિયા ની સરહદ પર સૈન્યની ગતિવિધિઓ ચાલુ જ છે. રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ ફરી વધ્યો હોય તેમ લાગી રહ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat