Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > લોકચર્ચાઃ ગુજરાત સરકાર કમલમથી કે સચિવાયલ, ક્યાંથી ચાલી રહી છે?

લોકચર્ચાઃ ગુજરાત સરકાર કમલમથી કે સચિવાયલ, ક્યાંથી ચાલી રહી છે?

0
107

ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ અને CM રુપાણી વચ્ચે કોલ્ડવોરની પણ ચર્ચા

અમદાવાદઃ ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી વચ્ચે કોલ્ડવોર (Rupani Patil Coldwar)ની ચર્ચા ચાલું થઇ ગઇ છે. રેમડેસિવીર ઇંજેક્શનના વિવાદને પગલે લોકોમાં અને રાજકીય સ્તરે એ પણ ચર્ચા થવા લાગી છે કે સરકાર કમલમ (ભાજપ કાર્યાલય કે જ્યાં અત્યારે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો વહીવટ ચાલે છે)થી ચાલે છે કે ગાંધીનગરમાં બેઠેલી રુપાણી કેબિનેટથી ચાલી રહી છે?

રેમડેસિવીરની અછત અને 37000 ઇંજેકશન યુપી મોકલી દેવાયા

દેશભરની સાથે ગુજરાતને પણ કોરોનાએ જકડ્યો લીધો છે. ત્યારે જરુરી બનતા રેમડેસિવીર ઇંજેક્શનની રાજ્યમાં ભારે અછત વર્તાઇ રહી છે. ત્યાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે 5000 ઇંજેક્શન સુરતના ભાજપ કાર્યાલયમાંથી વહેંચી પોતાની વાહવાહી કરાવી લીધી. વળી આ અંગે સીએમ રુપાણીને પણ કંઇ ખબર નહતી. ઉપરાંત બે દિવસમાં જ 37000થી વધુ રેમડેસિવીર ઇંજેક્શનનો જથ્થો યુપી સહિત રાજ્ય બહાર મોકલી દેવાતા વિવાદ વધ્યો છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં કોરોનાના કેસ વધતા AMC સંચાલિત આધારકાર્ડ કેન્દ્રો અનિશ્ચિત મુદત માટે બંધ

સુરતમાં 5000 ઇંજેક્શન વહેંચવાનો વિવાદ

રાજકીય વર્તુળોમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજ્યમાં રેમડેસિવીર ઇંજેક્શનને લઇ રાજકારણ રમાઇ રહ્યું હોવાનું લાગે છે. એવું કહેવાય છે કે ગુજરાતનું સુકાન સંભાળી રહેલી સરકારને ભાજપના જ કેટલાક મોટા માથા મુશ્કેલીમાં મૂકવા રાજકારણ રમી રહ્યાની ચર્ચા ચાલી રહી છે. જેમાં પહેલાં તો સુરતમાં 5000 રેમડેસિવીર ઇંજેક્શન વહેંચવાનો મામલો ગરમાયો હતો. તે અંગે સીએમ (Rupani Patil Coldwar)ને પુછવામાં આવતા તેમણે અજ્ઞાનતા જણાવી હતી. એટલું જ નહીં આ અંગે સીઆર પાટીલને જ પુછવાનું કહ્યું હતું.

લોકોને આ વાત ગળે ઉતરી રહી નથી. કારણ કે પક્ષ પ્રમુખ આટલો મોટો નિર્ણય લઇ રહ્યા હોય અને રાજ્યના મુખ્યમંત્રી જ અજાણ હોય તે માનવામાં આવતુ નથી. તેથી પાટીલ અને રુપાણી વચ્ચે કંઇક ખટપટ હોવાનું કહેવાઇ રહ્યું છે. વળી એ પણ સવાલ થયો હતો કે ઇંજેક્શનની આટલી અછત છે ત્યારે સુરત ભાજપ કાર્યાલયમાંથી વહેંચાયેલા 5000 જેટલા ઇંજેક્શનનો જથ્થો સીઆર પાટીલ પાસે આવ્યો ક્યાંથી?

પરેશ ધાનાણીની પાટીલ સામે હાઇકોર્ટમાં રિટ

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ પણ આ અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ સામે હાઇકોર્ટમાં અરજી પણ કરી છે. તેમનો આરોપ છે કે ઇંજેકશન ગુડ્સ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ હેઠળ આવતું હોવાથી તેના માટે લાયસન્સની જરુર પડે છે. ત્યારે સીઆર પાટીલે ઇંજેક્શનનો આટલો મોટો જથ્થો કઇ રીતે ભેગો કરી લીધો?

રેમડેસિવીરનો આ વિવાદ હજુ સમયો નથી, ત્યાં રાજ્યના નાગરિકોને ઇંજેક્શન માટે ટટળાવી યુપી અને અન્ય સ્થળે હજારોની સંખ્યામાં રેમડેસિવીર ઇંજેકશન ગુજરાતમાંથી મોકલાઇ રહ્યા છે. જેને પગલે ગુજરાતીઓ ટોણો મારી રહ્યા છે કે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો વહેંચાઇ રહ્યો છે.

આ પણ વાંચોઃ અમદાવાદના રસ્તા પર 24 કલાક વાગી રહ્યા છે એમ્બ્યુલન્સના સાયરન, કોવિડ દર્દીઓને બેડ મળતા નથી

સરકાર રદિયો અને મૌન વચ્ચે ફસાઇ

પ્રાપ્ત વિગત મુજબ 14 એપ્રિલે ચાર્ટર્ડ પ્લેનથી 25000 ઇંજેક્શન યુપી મોકલવામાં આવ્યા હતા. આ અંગે મીડિયામાં અહેવાલ વહેતા થતાં માહિતી ખાતાએ ગુજરાત સરકાર વતી રદિયો આપ્યો હતો. પરંતુ તેનું સૂરસૂર્યુ થઇ ગયું અને જણાયું કે યુપીને 25000 ઇંજેક્શન મોકલવાની વાત સાચી છે.

આટલું ઓછું હોય ત્યાં સતત બીજા દિવસે એટલે કે 15 એપ્રિલે પણ અન્ય ચાર્ટર્ડ પ્લેનથી વધુ 11,400 ઇંજેક્શનનો જથ્થો ફરી યુપીમાં મોકલવામાં આવ્યો હોવાનું જણાયું છે. પરંતુ આશ્ચર્ય એ વાતનો છે કે ગુજરાતમાંથી આશરે 37000 રેમડેસિવીર ઇંજેક્શન બહાર મોકલી દેવાયા અને તે અંગે રુપાણી સરકાર કે ભાજપ પ્રદેશ પ્રમુખ પણ કંઇક ફોડ પાડવા તૈયાર નથી.

એડવોકેટ જનરલનો ઉડાવ જવાબ

મુખ્યમંત્રી રુપાણી ઇંજેક્શનની નિકાસ અંગે મૌન સેવી રહ્યા છે. તે તો કમલમ કોઇ જવાબ આપવા તૈયાર નથી. જ્યારે ગુજરાત સરકારના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ પત્રકારોએ પુછેલા સવાલનો બહુ ઉડાવ જવાબ મળ્યો. તેમણે
સ્પષ્ટ કહી દીધું કે આ મામલે યુપીને યોગી સરકારને જ પુછો. પરંતુ રાજકીય પંડિતો આ મામલાને કમલમ અને રાજ્ય સરકાર વચ્ચેના કોલ્ડવોર (Rupani Patil Coldwar)તરીકે જોઇ રહ્યા છે.

સીએમ યોગીના કાર્યાલયની ટ્વીટે પોલ ખોલી નાંખી

બીજી બાજુ 14 એપ્રિલની યુપીના સીએમ યોગીના કાર્યાલયની એક ટ્વીટથી સ્પષ્ટ થઇ જાય છે કે રાજ્યમાંથી 25000 ઇંજેક્શનનો જથ્થો અમદાવાદથી યુપી રવાના થયો છે. તે છતાં સરકારનું મૌન સમજાતુ નથી. યોગીના કાર્યાલયની ટ્વીટમાં લખ્યું થે કે રાજ્યમાં રેમડેસિવીર ઇંજેક્શનની 25000 ડોઝની તાત્કાલિક જરુરિયાત હોવાથી યુપી સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓએ રાજ્યનું એક વિમાન અમદવાદ મોકલ્યું છે. આ દવા આજે જ લખનઉ પહોંચી જશે.

આ પણ વાંચોઃ કોરોનાનો ખૌફ: સુરતમાં પરપ્રાંતિયોનું પલાયન શરૂ, એક જ દિવસમાં 25 હજાર લોકોએ શહેર છોડ્યું

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat