Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > BREAKING : કોરોનામાં રૂપાલની માતાજીની પલ્લીને લઇ મહત્વનો નિર્ણય

BREAKING : કોરોનામાં રૂપાલની માતાજીની પલ્લીને લઇ મહત્વનો નિર્ણય

0
173
  • માતાજીની પલ્લીને લઇને રાજ્ય સરકારે હજુ સુધી કોઇ જ હુકમ નથી કર્યો
  • રૂપાલની પલ્લીને લઇ આજ સાંજ સુધીમાં થઇ શકે છે સત્તાવાર જાહેરાત
  • જિલ્લા પોલીસ વડા પણ રૂપાલ મંદિરની મુલાકાત લેશે rupal ni palli vardayini mata temple

રૂપાલ : કોરોના મહામારીને ધ્યાનમાં રાખી દેશ-વિદેશમાં જગવિખ્યાત રૂપાલ (Rupal ni Palli) ની પલ્લીને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યાં છે. નોંધનીય છે કે, કોરોનાને કારણે રૂપાલની પલ્લીનો મેળો નહીં યોજાય તેવી અગાઉ તંત્રએ જાહેરાત કરી હતી. પલ્લી અંગે મંદિરના ટ્રસ્ટીઓને પણ હજી સુધી કોઇ જ ગાઇડલાઇન નથી મળી. પરંતુ સરકાર આજ સાંજ સુધીમાં નિર્ણય લેવાની હતી. એવામાં અંતે Dy. CM નીતિન પટેલે અંબાજીમાં મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, “રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લી નહીં યોજાય.” rupal ni palli vardayini mata temple

આ પણ વાંચો: BREAKING : ફાયર સેફ્ટી એક્ટની અમલવારીની PILમાં ગુજરાત સરકારનો ખુલાસો

રૂપાલની પલ્લીને લઇને ટ્રસ્ટી અને જિલ્લા વહીવટી વિભાગ સાથે આજ સાંજે ચર્ચા કરવાના હતાં. જિલ્લા પોલીસ વડા પણ રૂપાલ મંદિરની મુલાકાત લેવાના હતાં. યોગ્ય નિર્ણય ન લેવાતા ટ્રસ્ટીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતાં. જો કે પલ્લીમાં સિમિત લોકોએ જ હાજર રહેવાની મંદિરના ટ્રસ્ટીઓએ ખાતરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ગામમાં જ્યારે વરદાયિની માતાને ઘી ચઢાવવામાં આવે છે ત્યારે ગામમાં રિતસરની ધીની નદીઓ વહેતી હોય છે.

હજારો વર્ષ જુની પરંપરા જાળવી રાખીને સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી પલ્લી તેના નિયત રૂટ ઉપર યોજવાનું આયોજન તંત્ર દ્વારા થઈ રહ્યું હતું. ત્યારે આ જ સંદર્ભે Dy. CM નીતિન પટેલે અંબાજીમાં મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, “રૂપાલમાં માતાજીની પલ્લી નહીં યોજાય.” rupal ni palli vardayini mata temple