Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ધો.9થી 12ની પ્રથમ કસોટી મોકૂફ રખાઇ હોવાની અફવા ફેલાઇ

ધો.9થી 12ની પ્રથમ કસોટી મોકૂફ રખાઇ હોવાની અફવા ફેલાઇ

0
59
  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે સ્પષ્ટતા કરી

  • ધો.9થી 12ની પ્રથમ કસોટી જાહેર કરેલા કાર્યક્રમ મુજબ 18 ઓક્ટોબરથી લેવાશે

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા કાર્યક્રમ મુજબ ધો.9થી 12ની પ્રથમ કસોટી મોકૂફ રાખવામાં આવી હોવાના મેસેજ સોશિયલ મીડીઆમાં વાયરલ થતાં વાલીઓ, વિદ્યાર્થીઓ સહિત શાળા સંચાલકો મૂંઝવણમાં મૂકાયા હતા.

જો કે આ અંગેની જાણ થતાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે સોશિયલ મીડીઆમાં ફરતા મેસેજ અફવા હોવાનું ગણાવીને ધો.9થી12ની પ્રથમ કસોટી 18 ઓક્ટોબરથી લેવામાં આવનાર હોવાની સ્પષ્ટતા કરી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ધો.9થી 12ની પ્રથમ કસોટી 18 ઓક્ટોબરથી લેવાની જાહેરાત કરી હતી. ઉપરાંત આ પરીક્ષા માટેના પ્રશ્નપત્રો બોર્ડ દ્વારા જ પૂરા પાડવામાં આવનાર હોવાનું અને તમામ સ્કૂલોએ આ પ્રશ્નપત્રોના આધારે જ પરીક્ષાનું આયોજન કરવાનું રહેશે તેમ જણાવાયું હતું.

જોકે, ખાનગી શાળા સંચાલકોએ તેનો વિરોધ કરતા છેવટે નિર્ણયમાં ફેરફાર કરી ખાનગી શાળાઓને પ્રશ્નપત્ર પોતાની રીતે કાઢવાની મંજુરી આપવામાં આવી હતી. દરમિયાન પરીક્ષાને આડે હવે સપ્તાહનો સમય બાકી છે ત્યારે સોશિયલ મીડિયામાં બોર્ડ દ્વારા લેવાનારી ધો.9થી 12ની પ્રથમ કસોટી મોકુફ રાખવામાં આવી હોવાની અફવા ફેલાઈ હતી. આ અફવાના પગલે વિદ્યાર્થીઓ મુંઝવણમાં મૂકાયા હતા.

એટલું જ નહીં ખુદ કેટલાક સંચાલકો પણ આ અફવાના પગલે મુંઝાયા હતા અને બોર્ડ કચેરીમાં તપાસ કરી હતી. જેના પગલે બોર્ડ દ્વારા પરિપત્ર કરી ધો.9થી 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હોવાની વાતને અફવા ગણાવી નિયત કાર્યક્રમ મુજબ જ પરીક્ષા લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat

(પ્રતિકાત્મક તસવીર)