Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > બર્થડે-પ્રીવેડિંગ પાર્ટી માટે મેટ્રો ભાડે આપવાની અફવાનો કોર્પોરેશને કર્યો ખુલાસો

બર્થડે-પ્રીવેડિંગ પાર્ટી માટે મેટ્રો ભાડે આપવાની અફવાનો કોર્પોરેશને કર્યો ખુલાસો

0
226

સોશિયલ મીડિયામાં મેટ્રો ટ્રેનનાં બર્થ ડે, પ્રી વેડિંગ પાર્ટી માટે ભાડે આપવાના ભાવપત્રક ફરતા થતા લોકોમાં ભારે આશ્રર્ય જોવા મળ્યું હતું. જેથી આ તમામ બાબતનો એએમસી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો. ખુલાસો કરતા જણાવ્યું હતુ કે, ટ્રેનના તમામ રુટ શરુ થઈ ગયા પછી આ બાબત પર વિચારણા કરવામાં આવશે.

થોડાક દિવસો અગાઉ સોશિયલ મીડિયામાં મેટ્રો ટ્રેનના બર્થ ડે, પ્રી વેડિંગ પાર્ટી માટે ભાડાને લઈ પોસ્ટરો ફરતા થયા હતા અને તેને લઈ એએમસી પણ ભારે ચિંતામાં મુકાઈ હતી હતી. જેથી તે તમામ બાબતનો ગતરોજ ખુલાસો પણ કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે જે પણ પોસ્ટરો સોશિયલ મીડિયામાં ફરતા થયા છે તે તમામ ખોટા છે અને આવી કોઈ પણ પ્રકારની માહિતી કે જાહેરાત કરવામાં આવી નથી. પરતું તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે, આ તમામ બાબતો પર મેટ્રોના રુટ બની ગયા પછી વિચારણા કરવામાં આવશે.

પ્રકાર ભાડું ડિપોઝિટ
એક રનિંગ કોચ 8 હજાર 10 હજાર
ત્રણ રનિંગ કોચ 15 હજાર 20 હજાર
ત્રણ શણગારેલા કોચ 20 હજાર 20 હજાર
રનિંગ શણગારેલા કોચ 20 હજાર 20 હજાર

જયારે વધુમાં પૂછતાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના ચીફ જનસંપર્ક અધિકારી અમિત ગુપ્તાએ જણાવ્યું કે, મેટ્રોમાં હાલ ‘નોન ફેર રેવન્યુ’ એટલે કે ભાડા સિવાય અન્ય માધ્યમથી આવક મેળવવાની યોજના નથી.જો કે સોશિયલ મીડિયામાં ફરી રહેલી માહિતી જીએમઆરસીએલે ઓગસ્ટ 2019માં તેની વેબસાઈટ પર ચઢાવી હતી. પરંતુ ત્રણ મહિનામાં તેને હટાવી દેવાઈ હતી. ડિસેમ્બર જાન્યુઆરીમાં આરડીએસઓના અધિકારીઓ મેટ્રોનું ઇન્સ્પેક્શન કરવા આવવાના હોવાથી વેબસાઈટ પરથી આ માહિતી દૂર કરાઈ હતી

રાજયમાં ધોરણ 10 અને 12ની પરિક્ષાનો પ્રારંભ, QR કોડના આધારે મળશે પ્રવેશ