Gujarat Exclusive > દેશ-વિદેશ > દુબઈની રાજકુમારીના બૉડીગાર્ડ સાથે અનૈતિક સબંધ, ચૂપ રહેવા આપ્યાં ₹ 12 કરોડ

દુબઈની રાજકુમારીના બૉડીગાર્ડ સાથે અનૈતિક સબંધ, ચૂપ રહેવા આપ્યાં ₹ 12 કરોડ

0
217
  • દુબઈના શાસકની રાજકુમારી પત્ની પોતાના પ્રેમી પાછળ પાગલ ruler of Dubai
  • પ્રિન્સેસ હયા પોતાના બ્રિટિશ બૉડીગાર્ડ પાછળ લૂંટાવતી રૂપિયા
  • રાજકુમારી હયાએ પ્રેમીને આપી 12 લાખ રૂપિયાની ઘડિયાળ ruler of Dubai

દુબઈના શાસક (Ruler Of Dubai) શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમની રાજકુમારી પત્નીના (Dubai Princess) પોતાના બૉડીગાર્ડ (British Bodyguard) સાથે અનૈતિક સબંધ (Princess Haya Affair) હતા. રાજકુમારી હયાએ (Princess Haya) બૉડીગાર્ડને પોતાના સબંધો વિશે ચૂપ રહેવા માટે અંદાજે 12 કરોડ રૂપિયા પણ આપ્યા હતા. બ્રિટનની કોર્ટમાં ચાલેલી સુનાવણીના આધારે “ડેઈલી મેલ”એ આવો દાવો કર્યો છે. દુબઈના શાસકે (Ruler Of Dubai) રાજકુમારી હયાને જાણ કર્યાં વિના શરિયા કાયદા અંતર્ગત તેમને ફેબ્રુઆરી 2019માં તલાક આપી દીધા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજકુમારી હયાનો (Princess Haya) બૉડીગાર્ડ પરણિત હતો, પરંતુ અનૈતિક સબંધોના (Princess Haya Affair) કારણે બૉડીગાર્ડના (British Bodyguard) લગ્ન તૂટી ગયા હતા. રાજકુમારી હયા દુબઈ છોડી ચૂકી છે અને છેલ્લા કેટલાક વર્ષોથી બ્રિટનમાં રહે છે. બાળકોની કસ્ટડી માટે રાજકુમારી હયાએ (Dubai Princess) બ્રિટનની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં હયાની તરફેણમાં ચુકાદો આવ્યો છે.

રાજકુમારી હયા (Princess Haya) પોતાના બૉડીગાર્ડને ઘણી મોંઘી ગિફ્ટ આપ્યા કરતી હતી. જેમાં 12 લાખની ઘડિયાળ અને 50 લાખની બંદૂક જેવી વસ્તુઓ સામેલ હતી.

રાજકુમારી હયા (Dubai Princess) દુબઈના શાસક (Ruler Of Dubai) શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમની છઠ્ઠી અને સૌથી નાની ઉંમરથી પત્ની હતી. એવું કહેવાય છે કે, હયાના બોડીગાર્ડ સાથે 2016માં અનૈતિક સબંધો (Dubai Princess Haya Affair) શરૂ થયા હતા.

આ પણ વાંચો: ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો આજે જન્મદિન

46 વર્ષની રાજકુમારી હયાના (Princess Haya) બ્રિટનના 37 વર્ષીય બૉડીગાર્ડ રસેલ ફ્લૉવરની સાથે અનૈતિક સબંધો 2 વર્ષ સુધી ચાલ્યા હતા. એવું પણ કહેવાય છે કે, રાજકુમારી હયાએ (Dubai Princess) ત્રણ અન્ય બૉડીગાર્ડને પણ રસેલની સાથે પોતાના સબંધો (Princess Haya Affair) પર ચૂપ રહેવા માટે કરોડો રૂપિયા આપ્યા હતા.

રાજકુમારી હયા (Princess Haya) 2018માં દુબઈથી ફરાર થઈ ગઈ હતી. જે બાદ હાલ તે લંડનમાં રહે છે. તે બે બાળકોની માતા છે. ડેઈલી મેલના રિપોર્ટ મુજબ, જ્યારે બૉડીગાર્ડ (British Bodyguard) રસેલ ફ્લૉવર સાથે સંપર્ક કરવામાં આવ્યો, તેણે કોઈ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કરી દીધો હતો.