Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ICMR દ્વારા GTUની બાયો સેફ્ટી લેબને RPTCR ટેસ્ટ કરવાની મંજૂરી

ICMR દ્વારા GTUની બાયો સેફ્ટી લેબને RPTCR ટેસ્ટ કરવાની મંજૂરી

0
41
  • GTUની બાયો સેફ્ટી લેબ અને ICMR દ્વારા કરવામાં આવેલ તમામ 6 સેમ્પલનું પરીણામ સમાન આવ્યુ

  • આગામી સમયમાં હિપેટાઈટીસ – બી , હિપેટાઈટીસ –સી , ડેન્ગ્યુ , સ્વાઈન ફ્લૂ અને કેન્સર તથા એચઆઈવી જેવા ભયંકર રોગનું પણ પરીક્ષણ કરી શકાશે

ગાંધીનગર: સમગ્ર વિશ્વ છેલ્લા 1 વર્ષથી કોવિડ-19ની મહામારીને કારણોસર અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ તેના નિવારણના ભાગરૂપે દરેક સ્તર પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે કોવિડનું ચોક્કસ નિદાન થાય તે હેતુસર યોગ્યતા ધરાવતી લેબોરેટરીઝને ટેસ્ટીંગની માન્યતા આપવામાં આવી રહી છે.

તાજેતરમાં જ ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ની બોયો સેફ્ટી લેબોરેટરીઝને કોવિડ-19ના નિદાન માટે કરવામાં આવતાં રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન (RPTCR) ટેસ્ટની મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: કોંગ્રેસે હાર્દિક પટેલ સહિત 20 નેતાઓને ‘સ્ટાર પ્રચારક’ તરીકે સામેલ કર્યા

આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો.ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે , પેન્ડામિક સમયમાં પણ જીટીયુ દ્વારા અનેક પ્રકારના સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવેલા છે. ICMR દ્વારા કોવિડ-19ના ટેસ્ટ માટેની મંજૂરી મળવાથી સરકારના માન્યદરે ટેસ્ટીંગ કરી આપવામાં આવશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન . ખેરે માન્યતા મળતાં જણાવ્યું હતું કે , જીટીયુ આ મહામારીમાં સરકારને દરેક પ્રકારે મદદરૂપ થવા માટે સતત કાર્યરત રહશે.

જ્યારે જીટીયુ અટલ ઈન્ક્યૂબેશન સેન્ટર(AIC)ના સીઈઓ ડૉ. વૈભવ ભટ્ટે જણાવ્યું હતું કે, ગત જાન્યુઆરી માસમાં જીટીયુ તરફથી કોવિડ-19ના નિદાન માટે કરવામાં આવતાં રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન (RPTCR) ટેસ્ટની મંજૂરી માટે ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)માં અરજી કરવામાં આવી હતી.

ICMRના તમામ પ્રકારના ધરાધોરણો જેવા કે, બાયો સેફ્ટી લેબોરેટરીઝ ક્લાસ-2 પ્રકારની હોવી જોઈએ, દરેક પ્રકારના રીસર્ચ માટે બાયો સેફ્ટી કેબિનેટ ઈક્વિપમેન્ટ હોવા પણ જરૂરી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી બાયો મેડિકલ વેસ્ટનું સર્ટીફિકેટ પણ મેળવેલું હોવું જરૂરી છે. આ ઉપરાંત રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન મશીન , બોયો સેફ્ટી કેબિનેટ મશીન , કુલિંગ સેન્ટ્રીફ્યૂઝ , માઈનસ 80 અને 20 ડિગ્રી તાપમાન ધરાવતાં ડિપ ફ્રિજર જેવા અદ્યતન સાધનોથી લેબોરેટરીઝ સુસજ્જ હોવી જરૂરી છે.

આ પણ વાંચો: ગુજરાતના 4 શહેરોને રાત્રિ કરફ્યૂમાંથી મળી શકે છે મુક્તિ, મુખ્યમંત્રી લેશે અંતિમ નિર્ણય

આ તમામ પ્રકારના ધારાધોરણોને ધ્યાનમાં રાખીને તથા તેની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરીને જીટીયુ દ્વારા ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દિલ્હી ખાતે અરજી કરવામાં આવી હતી. તમામ પ્રકારના નિયમોનુસાર જીટીયુ લેબ કાર્યરત હોવાથી ટેસ્ટીગ સંબધીત કાર્ય માટે આઈસીએમઆર દ્વારા પહેલાથી જ ટેસ્ટ કરેલાં 6 સેમ્પલ જીટીયુની લેબમાં ટેસ્ટ કરવા માટે મોકલવામાં આવ્યા હતાં. જેના પરીણામ સ્વરૂપ જીટીયુની બાયો સેફ્ટી લેબ અને આઈસીએમઆર દ્વારા કરવામાં આવેલ તમામ 6 સેમ્પલનું પરીણામ સમાન આવ્યું હતું. આ અનુસંધાને આઈસીએમઆર દ્વારા જીટીયુની બાયો સેફ્ટી લેબને RPTCR ટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી.

વધુમાં તેઓએ કહ્યું હતું કે, આગામી સમયમાં હિપેટાઈટીસ – બી , હિપેટાઈટીસ –સી , ડેન્ગ્યુ , સ્વાઈન ફ્લૂ અને કેન્સર તથા એચઆઈવી જેવા ભયંકર રોગનું પણ પરીક્ષણ કરી શકાશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat