Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ઓમિક્રોન ઇફેક્ટઃ આ નવ દેશમાંથી ગુજરાત આવતા પેસેન્જરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત

ઓમિક્રોન ઇફેક્ટઃ આ નવ દેશમાંથી ગુજરાત આવતા પેસેન્જરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત

0
7

દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન લઇને  હૂએ એશિયા સહિતના દેશોને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનોને મંજૂરી આપવા મુદ્દે ચેતવણી આપી છે. ત્યારે અમેરિકા, કેનેડા, બ્રિટન સહિત યુરોપ સહિતના દેશો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર નિયંત્ર મુકવાનું શરૂ કરી દીધું છે.

ઓમિક્રોન મુદ્દે દેશભરના એરપોર્ટ અને સરકારી તંત્રોને એલર્ટ પર રખાયા છે. ખાસ કરીને આફ્રિકાથી આવેલા લોકોની વિશેષ તપાસ કરાઈ રહી છે.  ત્યારે કેન્દ્ર સરકારના આરોગ્ય ખાતાએ જોખમી દેશોની બનાવેલી યાદીમાંના કોઈપણ દેશમાંથી ભારતમાં આવનારા પેસેન્જર્સ જો ગુજરાતમાં આવશે તો તેમે માટે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો ગુજરાત સરકારે ફરજિયાત કરી દીધો છે. તેઓ ગુજરાતમાં આવશે તે જ તબક્કે તેમણે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે.

ઓમિક્રોન તરીકે ઓળખાતા મ્યુટન્ટ વાઈરસના ફેલાવા માટે વિશ્વના 9 દેશોમાંધી આવતા નાગરિકો જોખમી હોવાનું હાલ પૂરતું ઠેરવવામાં આવ્યું છે. આ નવ દેશોમાં બ્રિટન, દક્ષિણ આફ્રિકા, બાંગલાદેશ, બોટ્સવાના, ચાઈના, મોરેશિયલ, ન્યૂઝીલેન્ડ અને ઝીમ્બાબ્વેનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિશ્વભરના દેશો આ દેશોમાંથી પ્રવાસ કરતાં નાગરિકો અંગે ચિંતિત છે.

આ  દેશના નાગરિકોએ વેક્સિન-રસીનો સંપૂર્ણ ડોઝ ન લીધો હોય તો તેને માટે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરત એરપોર્ટ પરથી તેમની સીધી એન્ટ્રી થવાની સંભાવના રહેલી છે.

જોખમી દેશોની યાદીમાં મૂકવામાં આવેલા દેશોમાંથી કોઈ પર્યટક આવી પહોંચે તો તેમને 14 દિવસ માટે ક્વોરન્ટાઈનમાં રાખવા પડશે. તેમણે આંશિક રસી લીધી હોય કે રસીનો સંપૂર્ણ ડોઝ લીધો હોય તો પણ તેમને તેમના સ્વૅબનો નમૂનો આપવો પડશે. તેમ જ તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ પણ કરાવવો પડશે.

ભારતમાં આવ્યા પછી પહેલા તો તેમને સાત દિવસ માટે ઘરમાં જ ક્વોરન્ટાઈન કરવામાં આવસે. ત્યારબાદ આઠમા દિવસે તેમનો ફરીથી ટેસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ તેમના આરોગ્યનું બીજા સાત દિવસ મોનિટરિંગ કરવામાં આવશે. તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હશે તો પણ 14 દિવસ સુધી તેમના પર નજર રાખીને તેમના આરોગ્યનું નિયમન કરવામાં આવશે.

ભારતમાંથી અન્ય દેશમાં જતી ફ્લાઈટ અને ભારતમાં આવતી ફ્લાઈટ પંદરમી ડિસેમ્બરથી સંપૂર્ણપણે ચાલુ કરવામાં આવશે. આ અગાઉ 15થી 20 મહિના સુધી ઘણાં બધાં દેશોમાંથી આવતી ફ્લાઈટને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. કોરોનાનો ચેપ આવી જવાના ભયને પરિણામે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat