Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: સંઘના નવા મથક માટે RSS કાર્યકર્તાઓએ ₹ 8 કરોડનું આપ્યું દાન

અમદાવાદ: સંઘના નવા મથક માટે RSS કાર્યકર્તાઓએ ₹ 8 કરોડનું આપ્યું દાન

0
652

અમદાવાદ: RSSના રાષ્ટ્રીય વડા મોહન ભાગવત મણિનગરમાં બનાવવામાં આવેલ નવા ગુજરાત મુખ્યાલય ડો.હેડગેશ્વર ભવનનું ઉદઘાટન કરશે. મોહન ભાગવત માટે આ એક ખાસ કાર્યકર્મ હશે, જેમના પિતા મધુકર રાવ ભાગવતે ગુજરાતમાં RSSના પ્રચારક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. RSSના લગભગ 3 લાખ કાર્યકરો દ્વારા દાન કરવામાં આવેલા 8 કરોડના ખર્ચે નવી ઇમારતનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

RSSના પહેલા વડાના નામથી બે સ્તરે બેસમેન્ટ પાર્કિંગવાળી હાઇટેક, પાંચ માળની ઇમારત 55 વર્ષ જુના RSSના મુખ્ય મથકને તોડી પાડ્યા બાદ બનાવવામાં આવી છે, જેમાં એમ.એસ. ગોલવાલકર, ભારતીય જન સંઘના પંડિત દીનદયાળ ઉપાધ્યા જેવા સ્ટોલવાર્ટ્સ હતા.

હેડગેવર સ્મારક સમિતિના ટ્રસ્ટી અમૃત કડીવાલાએ જણાવ્યું હતું કે, અમારી જૂની ઓફિસ માણેકચોકમાં હતી અને તે જગ્યા ભાડાની હતી. 1964માં તે સમયે RSSના પ્રમુખ બાળાસાહેબ દેવરાસે તે મકાનનું ઉદઘાટન કર્યું ત્યારે મણીનગર સ્થાપિત થયા હતા. આ કચેરીમાં રહેવાસી સુવિધા પણ છે. પાંચ દાયકા પછી અમે નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છીએ.આ પ્રયત્નો માટે આશરે લાખો કામદારો, શુભેચ્છકો અને સમર્થકોએ દાન આપ્યા છે અને તે દરેકને તેમના દાન આપવાની રસીદ પણ આપી છે.

આ ઈમારતમાં આજ રોજ હિન્દુ વિધિ કરવામાં આવશે. ગુજરાત RSSના સાહેબ પ્રમોદ હિતેન્દ્ર મોજિદ્રાએ જણાવ્યું છે કે, શુક્રવારે બિલ્ડિંગમાં એક વાસ્તુ પૂજન, ગૌ પૂજા અને ભારત માતા આરતી થશે ત્યાર બાદ મોહન ભાગવત શનિવારે આ બિલ્ડિંગને આરએસએસ કાર્યકર્તાઓને સમર્પિત કરશે.

આ ઈમારતમાં શું સુવિધા આપવામાં આવી છે

1. વરસાદી પાણીને એકઠા કરવાની સુવિધા
2. વીજળી ઉત્પન્ન કરવા માટે સોલાર પેનલ્સ
3. બે બેસમેન્ટ જેમાં પાર્કિંગની સુવિધા
4. શૌચાલયમાં ઉપયોગમાં લેવાતા પાણીની વ્યવસ્થા
5. રહેણાંક રૂમ માટે 2 માળ,જૂદા જુદા હોલના 3 માળ

જામનગરની શાળામાં વિદ્યાર્થીઓએ માતા-પિતા સાથે કરી વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી