Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં CAAના વિરોધ વચ્ચે RSSએ સંભાળ્યો મોર્ચો, લઘુમતીઓ વચ્ચે ફેલાયેલા ભ્રમને કરશે દૂર

દેશમાં CAAના વિરોધ વચ્ચે RSSએ સંભાળ્યો મોર્ચો, લઘુમતીઓ વચ્ચે ફેલાયેલા ભ્રમને કરશે દૂર

0
485

મેરઠ: નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ છેલ્લા કેટલાક દિવસથી દેશમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. વિરોધ પ્રદર્શનને કારણે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. એવામાં હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે મોર્ચો સંભાળી લીધો છે. સંઘ આ સંદર્ભમાં હવે ભાજપા નેતાઓને નવુ લેસન આપી રહ્યું છે. સંઘે તેની શરૂઆત ઉત્તર પ્રદેસથી કરી છે. આરએસએસે પશ્ચિમી ઉત્તર પ્રદેશના તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ, સંસદો અને ધારાસભ્યોની એક બેઠક મેરઠના સંઘ કાર્યાલયમાં બોલાવી હતી. બેઠકમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશના સંઘના કેટલાક પદાધિકારી પણ સામેલ થયા હતા. બેઠકમાં નિર્ણય થયો કે લઘુમતીઓ સમાજમાં નાગરિકતા કાયદા વિશે ફેલાયેલા ભ્રમ અને ભયને દૂર કરવામાં આવશે.

સુત્રો અનુસાર, તેની માટે આખા ઉત્તર પ્રદેશમાં છ રેલી આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં એવુ પણ નક્કી કરવામાં આવ્યુ કે તમામ સાંસદ અને મંત્રી પોત પોતાના વિસ્તારમાં પદયાત્રા કાઢશે, જે એક જાન્યુઆરીથી 15 જાન્યુઆરી વચ્ચે થશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર બેઠકમાં કેન્દ્રીય મંત્રી વીકે સિંહ, સંજીવ બલિયાન, પ્રદેશ સરકારના કેટલાક મંત્રીઓ સિવાય પ્રદેશ સંગઠન મંત્રી સુનીલ બંસલ હાજર હતા. સંઘની પ્રાંતીય અને વિભાગીય ટીમ સિવાય તમામ આનુષાંગિક સંગઠનોના લોકો પણ બેઠકમાં સામેલ થયા હતા. સુત્રોનું કહેવુ છે કે સંઘ તરફથી છપાયેલા એક પુસ્તિકાને પ્રદેશભરના લઘુમતી લોકો વચ્ચે વેચવામાં આવશે.

ગુજરાત પોલીસ સવાલોના ઘેરામાં, CAAના સમર્થનમાં રેલી સભાને પરમિશન તો વિરોધ માટે કેમ નહિં?