Gujarat Exclusive > રાજનીતિ > સૌ કોઈને નથી મળી રહ્યો અનામતનો લાભ; શું ભાજપને ફરીથી થશે નુક્સાન?

સૌ કોઈને નથી મળી રહ્યો અનામતનો લાભ; શું ભાજપને ફરીથી થશે નુક્સાન?

0
32
  • બિહાર ચૂંટણી પહેલા RSS ચીફનું અનામત પર મોટું નિવેદન
  • ભાગવતના નિવેદનની બિહાર ચૂંટણી પર શું અસર

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે (Mohan Bhagwat on Reservation) પોતાના એક નિવેદનમાં ફરીથી એક વખત અનામતનો (RSS Chief On Reservation) મુદ્દો ઉઠાવ્યો છે. એક કાર્યક્રમ દરમિયાન RSS ચીફ ભાગવતે (Mohan Bhagwat on Reservation) કહ્યું હતું કે, દેશમાં અનામત માટે કાયદા તો બન્યા છે, પરંતુ તેનો લાભ સૌ કોઈને નથી મળી રહ્યો. જેમનું જ્યાં વર્ચસ્વ છે, તેઓ તેનો લાભ ઉઠાવી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે પણ આ વાતને સ્વીકારી છે.

જો કે RSS ચીફે (RSS Chief On Reservation) એ પણ કહ્યું કે, સમાજમાં જ્યાં સુધી જરૂરિયાત છે, ત્યાં સુધી જ અનામત પ્રથા લાગૂ રહેવી જોઈએ. આ વાતને મારું સમર્થન છે.

પૂણેમાં દતોપંત ઠેંગડી જન્મ શતાબ્દી સમારોહમાં બોલતા મોહન ભાગવતે (RSS Chief On Reservation) કહ્યું કે,
દેશને આગળ લઈ જવા માટે સમાજ-સમાજ વચ્ચેના ભેદભાવ નાબુત કરવા પડશે. કાયદા તો કેટલાય બન્યા, પરંતુ જ્યાં સુધી તેનો લાભ લોકોને નહીં મળે, ત્યાં સુધી તેનો કોઈ અર્થ નથી.

જણાવી દઈએ કે, 2015ની બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Election) સમયે પણ મોહન ભાગવતે અનામતની (RSS Chief On Reservation) સમીક્ષા કરવા માટે એક બિનરાજનીતિક સમિતી બનાવવાની માંગ કરી હતી. જેના પર મોટો હોબાળો થયો હતો. વિપક્ષી પાર્ટીઓએ આ મુદ્દાને ચૂંટણી અભિયાન દરમિયાન ખૂબ જ ચગાવ્યો હતો.

જ્યારે ભાજપ RSS ચીફના આ નિવેદનના (Mohan Bhagwat on Reservation)કારણે બેકફૂટ પર આવી ગઈ હતી. આખરે પાર્ટીએ ભાગવતના નિવેદન (RSS Chief On Reservation) સાથે ભાજપને કોઈ લેવાદેવા ના હોવાનું જણાવ્યું હતું. જો કે આમ છતાં ચૂંટણી (Bihar Election) પરિણામોમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. રાજનીતિક નિષ્ણાંતો એવું માની રહ્યાં હતા કે, ભાગવતના અનામતના નિવેદનના કારણે ભાજપને નુક્સાન ભોગવવું પડ્યું હતું.

ભાગવતના નિવેદનની બિહાર ચૂંટણી પર શું અસર?
ઉલ્લેખનીય છે કે, મોહન ભાગવતનું અનામતને (Mohan Bhagwat on Reservation) લઈને નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે બિહારમાં વિધાનસભા ચૂંટણી (Bihar Election) આવી રહી છે. એવામાં મોહન ભાગવતનું આ નિવેદન બિહાર ચૂંટણી પર શું અસર કરશે, તે જોવું રસપ્રદ રહેશે.

આમેય બિહારની રાજનીતિમાં જાતિય સમીકરણો ખૂબ જ અસર કરે છે. આજ કારણ છે કે, અનામતને લઈને કહેવામાં આવેલી કોઈ પણ વાત બિહાર ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.