Gujarat Exclusive > The Exclusive > RSS સાથે જોડાયેલ કિસાન સંઘ કરશે દેશવ્યાપી આંદોલન

RSS સાથે જોડાયેલ કિસાન સંઘ કરશે દેશવ્યાપી આંદોલન

0
62

નવી દિલ્હી : ખેડૂતોના કૃષિ કાયદા વિરોધના આંદોલનમાં હવે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના સંગઠન ભારતીય કિસાન સંઘ (બીકેએસ) પણ જોડાયું છે. કિસાન સંઘે જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકાર કૃષિ કાયદાઓ અને ટેકાના ભાવ અંગે વહેલા નિર્ણય નહીં લે તો આઠમી સપ્ટેમ્બરથી દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. કિસાન સંઘે આ નિર્ણય લેવા માટે કેન્દ્ર સરકારને આ મહિનાના અંત સુધીનો સમય આપ્યો છે.

કિસાન સંઘના નેતા યુગલ કિશોર મિશ્રાએ કહ્યું હતું કે અમે મોદી સરકારને કૃષિ કાયદા અને ટેકાના ભાવ અંગે નિદર્ણય લેવા માટે 31મી ઓગસ્ટ સુધીનો સમય આપીએ છીએ. જો સરકાર અમારી માગણીઓ અંગે કોઇ સકારાત્મક નિર્ણય નહીં લે તો આઠમી સપ્ટેમ્બરના રોજ દેશવ્યાપી ધરણા કરવામાં આવશે અને તે બાદ પણ અમારી માગણીઓને આગળ ધપાવવા માટે નિર્ણય લેવામાં આવશે.

કિસાન સંઘના નેતાએ કહ્યું હતું કે ખેડૂતોને તેમના પાકના ટેકાના ભાવ નથી મળી રહ્યા. કોઇ પણ સરકાર ખેડૂતોની સમસ્યાઓ અંગે ગંભીર નથી. રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ મોદી સરકાર નથી ચલાવતું નહીં તો અમારા સંગઠને ધરણા ન કરવા પડયા હોત.

જ્યારે કિસાન સંઘના નેતાને પૂછવામાં આવ્યું કે શું મોદી અને વાજપેયી બન્નેની સરકારોમાં ખેડૂતોની સમસ્યાઓ પર ધ્યાન નથી અપાયું તો તેમણે કહ્યું કે હા બિલકુલ. વાજપેયી કે મોદી સરકાર બેમાંથી કોઇએ પણ ખેડૂતોના ટેકાના ભાવ અને ખર્ચ અંગે વિચારણા નથી કરી. કિસાન સંઘ કૃષિ કાયદામાં સુધારા કરવા અને ટેકાના ભાવની માગણી કરી રહ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat