Gujarat Exclusive > દેશ-વિદેશ > ભોજન આપવામાં મોડુ થતા કોંગી નેતાના બે પાલતુ કૂતરાએ કેરટેકરને ફાડી ખાધો

ભોજન આપવામાં મોડુ થતા કોંગી નેતાના બે પાલતુ કૂતરાએ કેરટેકરને ફાડી ખાધો

0
120

તમિલનાડુની જ બીજી ઘટનાઃ ખેતરની દેખરેખ માટે રખાયેલા શખ્સનું ક્રૂર મોત

કુડ્ડાલોરઃ તમિલનાડુમાં એક વિચિત્ર છતાં ભયાનક ઘટની થઇ ગઇ. જેમાં કોંગી નેતાના બે રોટવિલર (Rottweiler Dog Attack)કૂતરાએ કેરટેકરને ફાડી ખાધો. તેના કાન પણ ચાવી ગયા. આ બંને પાલતુ Rottweiler કૂતરાને ખેતરોની દેખરેખ માટે લાવવામાં આવ્યો હતો.

ઘટના તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લાના ચિદમ્બરમ ગામના એક ખેતરની છે. જ્યાં મંગળવારે રોટવિલર જાતિના બે કૂતરાએ ખેતરની રખવાળી કરનારા કેરટેકર પર હુમલો કરી (Rottweiler Dog Attack) મારી નાંખ્યો. 86 વર્ષના કેરટેકરનું નામ જીવનનાથમ હોવાનું મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે.

આ પણ વાંચોઃ મલેશિયાએ પાકિસ્તાન એરલાઇન્સનું વિમાન જપ્ત કરી લીધું, દેવું ચઢી ગયેલું

મીડિયા રિપોર્ટ મુજબ જીવનાથમ દરરોજ આ બંને પાલતુ કૂતરાને ખાવાનું આપતો હતો. પરંતુ મંગળવારે તેમને ભોજન આપવામાં મોડું થઇ ગયું. તેથી રોષે ભરાયેલા કૂતરાઓએ જીવનાથમ પર હુમલો (Rottweiler Dog Attack) કરી દીધો હતો.

જીવનાથમ વલ્લમપડ્ડગઇ ગામનો રહેવાસી હતો. જે કોંગ્રેસી નેતા એન વિજયસુંદરમના ખેતરમાં કેરટેકર તરીકે કામ કરતો હતો. આ ખેતર વિજયસુંદરમનું હોવાનું જણાયું છે. જેમણે 3 વર્ષ પહેલાં 2 રોટવિલર પાલતુ કૂતરા ખરીધ્યા હતા. આ બંને કૂતરાને ખેતરની રખેવાળી માટે રાખ્યા હતા. જે પાકની સુરક્ષા કરવામાં જીવનાથમને સાથ આપતા હતા.

જીવનાથણ સવારમાં જ ભોજન આપી દેતો

જીવનાથમ સવારમાં જ બંને કૂતરાને ભોજન આપી દેતો હતો. મગળવારે જીવનાથમ તેમને ખાવાનું આપવાનું ભૂલી ગયો. જ્યારે સાંજે તે પાછો આવ્યો તો ભડકેલા કૂતરા તેના પર તૂટી (Rottweiler Dog Attack)પડ્યા હતા. કહેવાય છે કે તેનું કાન પણ ચાવી ગયા.

આ પણ વાંચોઃ નોર્વેમાં કોરોના વૅક્સીન મૂકાયા બાદ 23ના મોત, ફાઈઝરની વૅક્સીન પર ઉઠ્યા સવાલ

જીવનાથમે ભગવાની કોશીશ કરી હતી Rottweiler Dog Attack news

કહેવાય છે કે હુમલા વખતે જીવનાથમે ભાગવાની પણ કોશીશ કરી હતી. પરંતુ બંને ખુંખાર બની ગયેલા પાલતુ કૂતરાએ તેને દોડીને પકડી પાડ્યો અને જમીન પર પાડી મારી નાંખ્યો. ચહેરાને બહુ ખરાબ રીતે ચીરી વિકૃત કરી નાંખ્યો. જેથી ઘટનાસ્થળે જ જીવનાથમનું મોત થઇ ગયું.

રોટવિલર પોલીસ સ્નીપર ડોગ તરીકે રખાય છે

રોવિલર જાતિના આ કૂતરા ખતરનાક હોવાનું કહેવાય છે. પરંતુ ભડકી જવાના કેસમાં તે હુમલો કરી દે છે. સામાન્ય રીતે પોલીસ બેડામાં સ્નીપર ડોગ તરીકે તેમનો ઉપયોગ થાય છે.

તમિલનાડુમાં જ 9 વર્ષના બાળકની ખોપડી ચાવી ખાદી

આવી જ ક્રૂર ઘટના મે 2020માં તમિલનાડુમાં જ બની હતી જ્યાં ચેન્નાઇમાં રોટવિલરનો માલિક ભૂલથી ઘરનો દરવાજો બંધ કરવાનું ભૂલી ગયો હતો. જેનો લાભ લઇ આ ખતરનાક કૂતરો બહાર આવી ગયો.

તે સમયે વર્ષનો કિશોર કંઇક ખરીદી કરવા દુકાને જઇ રહ્યો હતો. ત્યારે જ કૂતરાએ તેના પર હુમલો (Rottweiler Dog Attack) કરી દીધો. એ પણ ઓટલો ખતરનાક કે છોકરાની ખોપડી ફાડી ચાવી ગયો હતો.

આ પણ વાંચોઃ પૂણે-બેંગલુરૂ હાઇવે પર ગોવા જઇ રહેલા પ્રવાસી ભરેલી મિની બસની ટક્કર, 11ના મોત

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9