સમગ્ર દેશ અને દુનિયામાં ગ્લોબલ વોર્મિંગ અંગે જાગૃતિ લાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર રોટરી ક્લબ દ્વારા પણ લોકોમાં જાગૃતિ લાવવા સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું . સુરેન્દ્રનગર શહેરમાં દર વર્ષે ઉનાળામાં સખત ગરમી પડે છે અને રાજ્યમાં સૌથી ગરમ શહેરો પૈકીનું એક શહેર સુરેન્દ્રનગર હોય છે તેમજ સુરેન્દ્રનગર જિલ્લો વ્રુક્ષોની સંખ્યામાં પણ રાજ્યમાં સૌથી છેલ્લા ક્રમે છે ત્યારે લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય અને દરેક શહેરીજન
એક વ્રુક્ષ વાવે તેવા ઉમદા ઉદ્દેશ સાથે રોટરી ક્લબ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સાયકલ રેલી સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજથી શરૂ કરવામાં આવી હતી અને શહેરના મુખ્ય માર્ગો સહીત કુલ ૧૦ કિલોમીટર સુધી ફરી હતી. આ સાયકલ રેલીમાં ૧૦ વર્ષના બાળકથી લઇ ૭૦ વર્ષના વ્રુધ્ધ સહીતના ૪૦૦ થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને લોકોને પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાનો સંદેશો પાઠવ્યો હતો.
સુરેન્દ્રનગર રોટરી ક્લબ દ્વારા શહેરીજનોમાં પર્યાવરણ અને સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦ વર્ષથી લઇ ૭૦ વર્ષ સુધીની ઉંમરના અંદાજે ૪૦૦ થી વધુ લોકો લીધો હતો.