Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > રોહિત શર્માએ 5 નહીં 6 વખત જીતી છે IPL ટ્રોફી, MI પહેલા આ ટીમ તરફથી જીત્યો હતો ખિતાબ

રોહિત શર્માએ 5 નહીં 6 વખત જીતી છે IPL ટ્રોફી, MI પહેલા આ ટીમ તરફથી જીત્યો હતો ખિતાબ

0
306
  • એ ટૂર્નામેન્ટની એક મેચમાં રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ હેટ્રિક પણ લીધી 

મુંબઈ: રોહિત શર્મા (Rohit Sharma Record) ઈન્ડિયન પ્રીમિયર લીગના (IPL-2020) સૌથી સફળ સુકાની છે. અત્યાર સુધી તેમણે મુંબઈ ઈન્ડિયન્સની (Mumbai Indians) ટીમને 5 વખત પોતાની કુશળ કપ્તાનીથી ટૂર્નામેન્ટમાં વિજયી બનાવી છે. IPLની 13મીં સિઝનની ફાઈનલમાં શાનદાર અડધી સદી ફટકારી તેમણે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સામે 5 વિકેટે જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

157 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈની (Mumbai Indians) ટીમ પાંચમી વખત ખિતાબ પોતાના નામે કરવામાં સફળ રહી. જો કે રોહિત (Rohit Sharma Rocord) માટે આ છઠ્ઠી IPL ટ્રોફી પોતાના નામે કરવાનો રેકોર્ડ નોંધાયો છે. મુંબઈ માટે 5 ખિતાબ ઉપરાંત પણ રોહિતે અન્ય એક ટીમ તરફથી રમીને તેને ચેમ્પિયન બનાવી હતી.

મુંબઈના (Mumbai Indians) સુકાનીએ 2020માં IPL ખિતાબ જીતવા સાથે જ એક રેકોર્ડ (Rohit Shrma Record) પોતાના નામે કર્યો, જે આજ સુધી કોઈ પણ ટૂર્નામેન્ટની ટીમના કેપ્ટને નથી કરી બતાવ્યો. વર્ષે 2013માં પ્રથમ વખત મુંબઈને IPL ચેમ્પિયન બનાવનાર રોહિતે ટીમને પાંચમી વખત ટ્રોફી જીતાડી.

જો કે રોહિતે (Rohit Shrma Record) પોતાની સૌથી પહેલો IPL ખિતાબ મુંબઈ નહીં, પરંતુ કોઈ અન્ય ટીમ તરફથી રમતા વિજય મેળવ્યો હતો.

આ પણ વાંચો: શિવસેનાના ઉમેદવારોને NOTA કરતાં પણ ઓછા મત, કોંગ્રેસ નેતાએ કર્યો કટાક્ષ

સૌથી પહેલા રોહિત શર્માને IPL ટ્રોફીને સ્પર્શવાની તક 2009માં મળી હતી. ડેક્કન ચાર્જર્સની ટીમ (જે હાલ ટૂર્નામેન્ટ નથી રમતી) તરફથી રમતા રોહિતે (Rohit Sharma Record) ટૂર્નામેન્ટમાં હેટ્રિક લેવાની કમાલ પણ કરી બતાવી હતી. જોગાનુજોગ આ મેચ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) વિરુદ્ધ જ આવી હતી. જ્યારે ફાઈનલ મેચમાં ડેક્કન ચાર્જર્સે રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ટીમને 6 રને પરાજિત કરી હતી.

વર્ષ 2013માં મુંબઈએ રોહિતની (Rohit Shrma Record) કેપ્ટનશિપ હેઠળ પ્રથમ વખત ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ જીત બાદ દિગ્ગજ સચિન તેંડુલકરે IPLથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી. વર્ષ 2015, 2017, 2019 અને હવે 2020માં ટીમે આ ખિતાબ પોતાના નામે કરીને ઈતિહાસ રચ્યો છે. 5 વખત ટૂર્નામેન્ટ જીતનારી મુંબઈની (Mumbai Indians) ટીમ એકમાત્ર બની ગઈ છે.