સ્પોર્ટ્સ ડેસ્ક: રોહિત શર્માની આગેવાની ધરાવતી ભારતીય ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. ટીમ ઇન્ડિયા ICC રેન્કિંગમાં ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વન ડે અને ટી-20)માં નંબર વન ટીમ બની ગઇ છે. ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં આવુ પ્રથમ વખત થયુ છે જ્યારે ટીમ ઇન્ડિયા એક સાથે ત્રણેય ફૉર્મેટમાં નંબર વન બની હોય.
Advertisement
Advertisement
ICCએ 15 ફેબ્રુઆરી, 20203માં રેન્કિંગ અપડેટ કરી છે. ભારતીય ક્રિકેટ ટીમને નાગપુર ટેસ્ટમાં જીતનો લાભ મળ્યો છે અને તે ટેસ્ટમાં પણ નંબર વન બની ગઇ છે. બૉર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થયા પહેલા ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટ રેન્કિંગમાં 2 નંબર પર હતી.
ટેસ્ટ ક્રિકેટમાં ચોથી વખત ટોપ પર પહોચી ભારતીય ક્રિકેટ ટીમ
ટીમ ઇન્ડિયા ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ વખત 1973માં ટોપ પર પહોચી હતી. જોકે, ફરી ટોપનું સ્થાન મેળવવા માટે 36 વર્ષ રાહ જોવી પડી હતી. વર્ષ 2009માં મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા ટેસ્ટ રેન્કિંગમાં ફરી નંબર વન બની હતી. ભારતીય ક્રિકેટ ટીમ 2011 સુધી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર રહી હતી. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ 2016માં ફરી ટોપ પર પહોચી હતી અને એપ્રિલ 2020 સુધી નંબર વન પર રહી હતી. તે પછી ટીમ ઇન્ડિયા ટોપ-3માં હતી પરંતુ હવે ફરી એક વખત નંબર વન બની ગઇ છે.
અશ્વિનને ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં થયો ફાયદો
ભારતના સ્પિનર રવિચંદ્રન અશ્વિન ICC મેન્સ ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં નંબર વન પર પહોચવાની નજીક છે જ્યારે રવિન્દ્ર જાડેજાએ પણ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ જીત બાદ ઉંચો કૂદકો માર્યો છે. ઘૂંટણની ઇજાને કારણે લગભગ પાંચ મહિના સુધી મેદાનથી દૂર રહેનારા રવિન્દ્ર જાડેજા 16માં સ્થાન પર પહોચી ગયો છે.
આઇસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના વર્તમાન ચક્રમાં બે મુખ્ય દેશ વચ્ચે પ્રથમ ટેસ્ટમાં અશ્વિન અને જાડેજા સંયુક્ત રીતે 15 વિકેટ ઝડપીને ભારતને 132 રને જીત અપાવી હતી. 36 વર્ષીય અશ્વિન ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સથી માત્ર 21 રેટિંગ અંક પાછળ છે. તે 2017 પછી પ્રથમ વખત નંબર-1 રેન્કિંગ મેળવવા તરફ અગ્રેસર છે.
Advertisement