સ્પોર્ટ્સ ડેસ્ક: શુભમન ગિલ ટીમ ઇન્ડિયાનો નવો રન મશીન બની ગયો છે. રોહિત શર્મા અને શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી અને અંતિમ વન ડે મેચમાં રેકોર્ડ બનાવ્યા હતા. બન્ને ખેલાડીઓએ સદી ફટકારી હતી. રોહિત શર્માએ વન ડે કરિયરની 30મી સદી જ્યારે શુભમન ગિલે વન ડે કરિયરની ચોથી સદી ફટકારી હતી. આ સાથે જ રોહિત શર્માએ વન ડેમાં સૌથી વધુ સદી મામલે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર રિકી પોન્ટિંગ (30) સદીના રેકોર્ડની બરાબરી કરી હતી. રોહિત શર્માથી આગળ વન ડેમાં સૌથી વધુ સદી મામલે વિરાટ કોહલી (46) અને સચિન તેંડુલકર (49) આગળ છે.
રોહિત શર્માએ રિકી પોન્ટિંગના રેકોર્ડની બરાબરી કરી
રોહિત શર્માએ 85 બોલમાં 101 રન બનાવ્યા હતા જેમાં 9 ફોર અને 6 સિક્સર સામેલ છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 118નો હતો. રોહિત શર્માએ શુભમન ગિલ સાથે પ્રથમ વિકેટ માટે 212 રનની ભાગીદારી કરી હતી.
રોહિત શર્માએ 3 વર્ષ પછી સદી ફટકારી
રોહિત શર્માના બેટથી અંતિમ સદી 19 જાન્યુઆરી 2020માં લાગી હતી ત્યારે તેને બેંગલુરૂમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 119 રનની ઇનિંગ રમી હતી, ત્યારથી રોહિત કોઇ સદી ફટકારી શક્યો નહતો. 29 અને 30મી સદી વચ્ચે રોહિત શર્માએ કુલ 17 ઇનિંગની રાહ જોવી પડી હતી.
ODIમાં સૌથી વધુ સદી
સચિન તેંડુલકર: 463 મેચ, 49 સદી
વિરાટ કોહલી: 271 મેચ, 46 સદી
રોહિત શર્મા- 241 મેચ, 30 સદી
રિકી પોન્ટિંગ- 375 મેચ, 30 સદી
સનથ જયસૂર્યા- 445 મેચ, 28 સદી
રોહિત શર્માનો વન ડેમાં રેકોર્ડ
241 મેચ, 9782 રન, 48.91 એવરેજ
30 સદી, 48 અડધી સદી, 3 બેવડી સદી
શુભમન ગિલે પણ બનાવ્યો રેકોર્ડ
ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ત્રીજી વન ડે મેચમાં શુભમન ગિલે કરિયરની ચોથી સદી ફટકારી હતી. શુભમન ગિલે માત્ર 78 બોલમાં 112 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેને 13 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. શુભમન ગિલનો આ દરમિયાન સ્ટ્રાઇક રેટ 143નો હતો.
ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ODI સીરિઝમાં શુભમન ગિલ
પ્રથમ વન ડે- 208 રન
બીજી વન ડે- 40* રન
ત્રીજી વન ડે- 112 રન
શુભમન ગિલે આ સીરિઝમાં કુલ 3 મેચમાં 3 ઇનિંગમાં 360 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની એવરેજ 180ની રહી હતી. શુભમન ગિલના બેટથી 2 સદી લાગી હતી અને આ દરમિયાન તેને 38 ફોર અને 14 સિક્સર ફટકારી હતી. 3 વન ડે મેચની દ્વિપક્ષીય સીરિઝમાં કોઇ પણ બેટ્સમેન દ્વારા સૌથી વધુ રન મામલે શુભમન ગિલે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
3 મેચની દ્વિપક્ષીય સીરિઝમાં સૌથી વધુ રન
360, બાબર આઝમ Vs વેસ્ટ ઇન્ડીઝ, 2016
360, શુભમન ગિલ Vs ન્યૂઝીલેન્ડ, 2013
349, ઇમરૂલ કેયસ Vs ઝિમ્બાબ્વે, 2018
શુભમન ગિલનો વન ડે રેકોર્ડ
21 મેચ, 21 ઇનિંગ, 1254 રન
73.76 એવરેજ, 4 સદી, 5 અડધી સદી
શુભમન ગિલની અત્યાર સુધીની સદીની ઇનિંગ
208 Vs ન્યૂઝીલેન્ડ, 2023
130 Vs ઝિમ્બાબ્વે, 2022
116 Vs શ્રીલંકા, 2023
112 Vs ન્યૂઝીલેન્ડ, 2023