મુંબઇ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને નવો અધ્યક્ષ મળી ગયો છે. પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીની વિદાય થઇ છે. હવે તેમની જગ્યાએ રોજર બિન્ની નવા અધ્યક્ષ બન્યા છે. રોજર બિન્ની 1983 વર્લ્ડકપ વિજેતા ટીમના સભ્ય રહ્યા છે. આ નિર્ણય મંગળવારે બીસીસીઆઇની વાર્ષિક સામાન્ય બેઠક (AGM)માં લેવામાં આવ્યો હતો.
Advertisement
Advertisement
રોજર બિન્ની બીસીસીઆઇના 36માં અધ્યક્ષ બન્યા છે. આ પહેલા સૌરવ ગાંગુલી 2019થી આ પદ સંભાળી રહ્યા હતા. કેટલાક સમય પહેલા ગાંગુલીના કાર્યકાળ વધારવાની આશા વ્યક્ત કરવામાં આવતી હતી પરંતુ કેટલાક દિવસમાં સમીકરણ બદલાઇ ગયા અને ગાંગુલીની વિદાય થઇ હતી.
નિર્વિરોધ અધ્યક્ષ ચૂંટાયા બિન્ની
મહત્વપૂર્ણ છે કે 67 વર્ષના રોજર બિન્ની બીસીસીઆઇ અધ્યક્ષ પદ માટે એકલા ઉમેદવાર હતા, આ સિવાય કોઇએ નોમિનેશન કરવામાં આવ્યુ નહતુ. એવામાં રોજર બિન્નીને નિર્વિરોધ બીસીસીઆઇના નવા અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા છે. પદાધિકારીઓની આ ચૂંટણી માત્ર એક ઔપચારિકતા જ નહતી કારણ કે તેમનું નિર્વિરોધ ચૂંટાવુ નક્કી હતુ.
રોજર બિન્ની તાજેતરમાં કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ છે. હવે બીસીસીઆઇના અધ્યક્ષ બનતા જ તે આ પદને છોડી દેશે. બિન્ની પોતાના જમાનાના મિડિયમ પેસ બોલર રહ્યા છે, તેમણે 1983 વર્લ્ડકપમાં 8 મેચ રમી હતી જેમાં સૌથી વધુ 18 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો: ‘શાહરૂખને હટાવીને ગાંગુલીને બંગાળનો એમ્બેસેડર બનાવો’, મમતા બેનરજીની અપીલ પર ભાજપનો પલટવાર
રોજર બિન્નીનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ
રોજર બિન્નીએ 1979-87 દરમિયાન ભારત માટે 27 ટેસ્ટ અને 72 વન ડે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, તેમણે વર્ષ 1979માં પાકિસ્તાન વિરૂદ્ધ બેંગુલરૂ ટેસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. બિન્નીએ ટેસ્ટ કરિયરમાં 3.63ની એવરેજથી 47 વિકેટ ઝડપી હતી.
વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બિન્નીએ 29.35ની એવરેજથી 77 વિકેટ ઝડપી છે. રોજર બિન્નીએ ટેસ્ટમાં 830 અને વન ડેમાં 629 રન પણ બનાવ્યા છે.
Advertisement