Gujarat Exclusive > દેશ-વિદેશ > રોબર્ટ વાડ્રાને રાહત, દિલ્હીની કોર્ટે સારવાર માટે વિદેશ જવાની પરવાનગી આપી

રોબર્ટ વાડ્રાને રાહત, દિલ્હીની કોર્ટે સારવાર માટે વિદેશ જવાની પરવાનગી આપી

0
271

સીબીઆઇની વિશેષ કોર્ટે  રોબર્ટ વાડ્રાને સારવાર માટે છ અઠવાડિયા માટે વિદેશ જવાની પરવાનગી આપી છે. કોર્ટે રોબર્ટ વાડ્રાને અમેરિકા અને નેધરલેન્ડ જવાની પરવાનગી આપી છે. રોબર્ટ વાડ્રાએ લંડન જવાની પરવાનગી માંગી હતી જે તેમને આપવામાં આવી નથી.રોબર્ટ વાડ્રાએ દિલ્હીની રાઉસ અવેન્યૂ કોર્ટમાં એક મેડિકલ સર્ટિફિકેટ જમા કરાવ્યુ હતું. રોબર્ટ વાડ્રાનું કહેવુ છે કે તેમના આંતરડામાં ટ્યૂમર છે અને તેની સારવાર માટે લંડન જવાની પરવાનગી આપવામાં આવે. આ પહેલા ઇડી સામે પણ વિદેશ જવાની પરવાનગી આપવાની અપીલ કરી હતી.

બુધવારે રોબર્ટ વાડ્રાએ કોર્ટ પાસે પોતાનો પાસપોર્ટ પરત કરવા કહ્યું જેથી તે બીમારીની સારવાર માટે લંડન જઇ શકે. જોકે, દિલ્હીની કોર્ટે વાડ્રાની વિદેશ જવાની અરજી પર ત્રણ જૂન સુધી પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. વિદેશ જવાની પરવાનગીની અપીલ પર સુનાવણી કરતા વાડ્રાએ દિલ્હીની ગંગારામ હોસ્પિટલનું એક મેડિકલ સર્ટિફિકેટ જમા કરાવ્યુ હતું. જેમાં લખ્યુ છે કે મોટા આંતરડામાં ટ્યૂમર છે. આ સુનાવણી સીબીઆિની વિશેષ કોર્ટમાં થઇ હતી, જેમાં વાડ્રાના વકીલે પોતાનો દાવો રજૂ કર્યો હતો.

રોબર્ટ વાડ્રાના વકીલ કેટીએસ તુલસીએ કોર્ટમાં દલીલ કરી હતી કે દરેક પ્રસંગે તપાસમાં સહયોગ કરે છે અને તે સમન્સ જાહેર થયા પહેલા ભારત પરત આવી જશે, તેમણે કહ્યું હતું કે આવુ ના કહી શકાય કે વાડ્રા તપાસથી ભાગી જશે. આ કારણે તેમને સારવાર માટે વિદેશ જવાની પરવાનગી આપવામાં આવે.