Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વટવા GIDCમાં બેંકમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરનાર આરોપી પકડાયો

વટવા GIDCમાં બેંકમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરનાર આરોપી પકડાયો

0
9

અમદાવાદ: વટવા જીઆઈડીસીમાં ફેઝ 3માં આવેલી બેંકના શટરના નકુચા તોડી તસ્કરો પ્રવેશ્યા હતા. બેંકના કેબિનના ડ્રોઅરો, સીસીટીવી કેબલો અને કેશ કેબિનનો દરવાજો તોડી પૈસા મુકેલી તુજોરીના દરવાજાને તોડવાના અનેક પ્રયાસો કર્યા હતા પરતુ દરવાજો તૂટ્યો ન હતા આખરે ચોરો ત્યાંથી ભાગી ગયા હતા. આ અંગે ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાંચની ટીમે ત્રણ તસ્કરોને ઝડપી પાડ્યા હતા.

થોડા દિવસો પહેલા વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ઈન્ડિયન ઓવરસીસ બેંકનાં તાળાં તસ્કરો તોડ્યા હતા. દરમિયાનમાં હાટકેશ્વર સર્કલ પાસે ધવલ પરમાર, તિર્થસિંહ ઉર્ફે તિરથ રાવત અને રાહુલ પરમાર એક બાઈક લઈને પસાર થવાના છે અને અગાઉ તેઓ ઘરફોડ ચોરીના કેસમાં સંડોવાયેલા છે તેવી માહિતી આધારે પોલોસે તેમને પકડી પાડ્યા હતા.

આરોપીની પુછપરછ કરતા તેઓ ચોરીનું બાઈક લઈને વટવા જીઆઈડીસી ફેઝ 3 માં આવેલી ઈન્ડિયન ઓવરસીસ બેંકના શટર અને જાળીના નકુચા તોડી ચોરી કરવા બેંકમાં ઘુસ્યા હતા પરંતુ બેંકના કેબિનના ડ્રોઅરો તોડી સીસીટીવી કેબલો તોડી કેશ કેબિનનો દરવાજો તોડી ગોદરેજની તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે તૂતી ન હતી. આ અંગે પોલીસે ગુનો નોંધાતા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat