Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ઝાયડસના ડૉ. પ્રકાશ દરજીના બંગલોમાં લૂંટારુએ પુત્રને ચાકુ બતાવી લૂંટ ચલાવી

ઝાયડસના ડૉ. પ્રકાશ દરજીના બંગલોમાં લૂંટારુએ પુત્રને ચાકુ બતાવી લૂંટ ચલાવી

0
223

અમદાવાદ: થલતેજના સોમવિલા બંગલોમાં ધોળે દિવસે ઘરમાં ઘૂસી આવેલા લૂંટારુએ ઝાયડ્સ હોસ્પિટલમાં સેવા આપતા જાણીતા ડૉક્ટર પ્રકાશ દરજીના પુત્ર ભવ્યને બંદૂક બતાવી રૂ.55 હજારની મત્તાની લૂંટ ચલાવી છે. પોલીસને સીસીટીવી ફુટેજમાં બાઇક લઈને આવેલો એક શખ્સ જોવા મળે છે. લૂંટના બનાવમાં જાણભેદુ હોવાની શંકાને પગલે તપાસ હાથ ધરાઈ છે. લૂંટની ઘટના બની તે સોમવિલા બંગલોમાં બે આઈપીએસ અધિકારીઓના બંગલો પણ આવેલા છે. જેમાં નિવૃત આઈપીએસ એસ.એમ.કટારા અને આઈપીએસ વી.એમ.પારધી રહે છે. સોલા પોલીસે આ મામલે લૂંટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. Robbery at the doctor house

ડૉ પ્રકાશ દરજીના સોમવિલા બંગલોમાં આજે સોમવાર બપોરે 2 વાગ્યે જીસીએસ કોલેજમાં મેડીકલના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો પુત્ર ભવ્ય અને ઘરઘાટી મહિલા હાજર હતા. ભવ્ય ઘરમાં હોલમાં સોફામાં સૂતો હતો. તે ઉભો થઈને દરવાજો ખોલવા જતો હતો. તે સમયે બંગલાના ઉપરના માળેથી હેલ્મેટ અને રૂમાલ બાંધેલો શખ્સ નીચે ઉતરતો હતો. Robbery at the doctor house

આ પણ વાંચો: AMCએ 9 ખાનગી Covid Hospitalsને ચૂકવાયેલા રૂ.6.40 કરોડનો વિવાદ

આ શખ્સે ભવ્યને ચાકુ બતાવી તેનું બ્રેસલેટ અને સોનાની વીંટી કાઢી લીધા હતા. આ શખ્સે ભવ્યના હાથ બાંધી દીધા બાદમાં તેના માતા પિતાને રૂમમાં લઈ ગયો હતો. જ્યાં આ શખ્સે ભવ્ય મને રૂ 2 લાખ આપ તેમ કહેતા કબાટની ચાવી માતા ફાલ્ગુણી બહેન પિતા પ્રકાશભાઈ લઈ ગયા હોવાનું જણાવ્યું હતું. Robbery at the doctor house

આ શખ્સે ચાકુ મારવાની ધમકી આપતા ભવયે મારી પાસે ચાવી નથી તેમ કહ્યું હતું. બાદમાં આરોપી રૂમમાં તપાસ કરી ચાંદીના વાસણો મળ્યા કબાટ ખોલવા પ્રયાસ કર્યો પણ કઈ મળ્યું ન હતું. બાદમાં આ શખ્સ ભવ્યના હાથની દોરી છોડી દોડતો ફરાર થઈ ગયો હતો. ભવ્યએ જોયું કામવાળી મહિલા હીનાબહેનને આરોપીએ બાથરૂમમાં પૂર્યા તેમજ પાળતું ડોગને ભવ્યના ભાઈના રૂમમાં બંધ કરી દીધું હતું.

https://twitter.com/GujGujaratEx/status/1310657916320378880?s=20obbery at the doctor house

આ પણ વાંચો: લૉકડાઉનના 6 મહિના પૂર્ણ, દેશ માટે દુ:સ્વપ્ન સાબિત થઈ રહ્યાં છે દિવસો!

બનાવની જાણ સોલા પોલીસને કરવામાં આવે છે. પોલીસ કાફલો સ્થળ પર પહોંચે છે. પોલીસ તપાસમાં અંદાજીત રૂ.55 હજારની લૂંટ થયાનું ખુલ્યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે. આરોપી એકલો બાઇક લઈ સોસાયટીમાં આવી સીધો ડૉ પ્રકાશ દરજીમાં ઘૂસે છે. પોલીસને કોઈ જાણભેદુ હોવાની શંકા છે. Robbery at the doctor house

સોલા પીઆઈ જે.પી.જાડેજાએ જણાવ્યું હતું કે, બપોરે બે વાગ્યાની આસપાસ બાઇક લઈને આવેલો શખ્સ અચાનક ડૉ પ્રકાશ દરજીના ઘરમાં ઘૂસ્યો હતો. ડૉક્ટર દરજીના પુત્ર વૈભવને ચાકૂ બતાવી લૂંટ ચલાવી ફરાર થઈ ગયો છે.આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. Robbery at the doctor house