Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજયના રોડ-રસ્તા ગુજરાતના વિકાસનો હાઇવે પુરવાર થઇ રહ્યાં છે : નીતિન પટેલ

રાજયના રોડ-રસ્તા ગુજરાતના વિકાસનો હાઇવે પુરવાર થઇ રહ્યાં છે : નીતિન પટેલ

0
65
  • ગત વર્ષના બજેટમાં 7 વર્ષથી વધુ સમય થયા હોય તેવા રસ્તાઓનું રીસરફેસીંગ હાથ ધરાશે

  • ગાંધીનગર ખાતે નવું સદસ્ય નિવારસ બનશે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 1500 કરોડની જોગવાઇ

ગાંધીનગર: ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જવા માટે રાજયના રોડ રસ્તા ગુજરાતના વિકાસનો હાઇવે પુરવાર થઇ રહ્યો છે. ત્યારે સમગ્ર રાજયમાં રસ્તાઓનું નેટવર્ક અમે ઊભુ કર્યું છે. એટલું જ નહીં રાજયના છેવાડાના વિસ્તારોને પણ પાકા રોડ રસ્તાથી જોડી દીધાં છે. માર્ગ અને મકાન વિભાગના બજેટને ગુહમાં પસાર કરી મંજુર કરવામાં આવ્યું હતું.

માર્ગ અને મકાન વિભાગનું વર્ષ 2020-21નું રૂપિયા 1185 કરોડનું બજેટ ગુહમાં રજૂ કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2000-2001ના રૂ. 537 કરોડના બજેટના સાપેક્ષમાં 20.83 ગણું વધારે છે. વૈશ્વિક મહામારી કોરોના હોવા છતાં વિભાગને ફાળવેલ 2020-21ની જોગવાઇનો સંપૂર્ણ ઉપયોગ થશે.

તેમણે જણાવ્યું કે, પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણને જોડતાં પ્રગતિપથને ચાર માર્ગીયકરણ કરવાની કામગીરી તબક્કાવાર પ્રગતિમાં છે. 249 કિ.મી.ના 775.48 કરોડના અંદાજીત રકમના કામો અને 152.50 કરોડની રકમના પુલો તથા 329 કિ.મી. લંબાઇના રૂ. 1250 કરોડના કામો મંજુરીના વિવિધ તબક્કામાં છે. ગુજરાતના પવિત્ર યાત્રાધામો અંબાજી, ડાકોર, પાવાગઢ અને પાલીતાણાને જોડતા રસ્તાઓને પગદંડી સહિત 375 કિ.મી.ના ચારમાર્ગીય કરવાના રૂ. 1458 કરોડના કામ પૈકી 336 કિ.મી. લંબાઇની કામગીરી પૂર્ણ કરાઇ છે.

ગત વર્ષના બજેટમાં 7 વર્ષથી વધુ સમય થયો હોય તેવા રસ્તાઓનું રીસરફેસીંગ આગામી વર્ષમાં હાથ ધરવામાં આવશે. જેમાં રાજય અને પંચાયત વિભાગ હસ્તકના 200 તાલુકાઓમાં આવેલા કુલ 16587 કિ.મી.ના લંબાઇના વિવિધ કક્ષાના રસ્તાઓને રૂ. 4506 કરોડની રીસરફેસીંગની મંજુરી આપવામાં આવી છે. જે પૈકી 3380 કરોડના કામો મંજુર અને મંજુરીની પ્રક્રિયામાં આવી ગયા છે. ધારાસભ્યના મતવિસ્તાર દીઠ રૂ. 50 કરોડની મંજુરીઓ આપી છે. જો કે તેમના વિસ્તારમાં હજુ આ પ્રકારના રસ્તાઓ બાકી રહ્યાં છે. તેને આગામી વર્ષમાં મંજુરી આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

આ ઉપરાંત અમદાવાદ-મહેસાણા રસ્તાની 52 કિ.મી. લંબાઇ તથા તેના પર આવેલા ત્રણ રેલવે ઓવરબ્રીજ, એક અન્ડરબ્રીજ, ચાર વ્હીકલ્સ અન્ડરપાસ અને એક પેડેસ્ટ્રીયન અન્ડરપાસ સહિત રસ્તાને 800 કરોડના ખર્ચે છ માર્ગીય કરવાની કામગીરી હાથ ધરવાનું પણ આયોજન છે. તેના માટે 2021-22ના બજેટમાં 100 કરોડની જોગવાઇ કરાઇ છે.

મુખ્યમંત્રીના ફાટક મુક્ત ગુજરાતના અભિયાન અન્વયે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રૂ. 9130 કરોડના ખર્ચે 204 નવીન રેલવે ઓવરબ્રીજ મંજુર કરીને ઐતિહાસિક કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં 29 રેલવે ક્રોસીંગ પર 873 કરોડના ખર્ચે પૂર્ણ કરાયા છે. 75 રેલવે ઓવરબ્રીજ રૂ. 3257 કરોડના ખર્ચે પ્રગતિમાં છે. અ 100 નવીન રેલવે ક્રોસીંગ પર રૂ. 5000 કરોડના ખર્ચે મંજુરી આપવામાં આવી છે. ભાવનગરને જોડતાં બગોદરા-ધંધુકા-વલ્લભીપુર રસ્તા સંદર્ભે તેમણે જણાવ્યું કે, 104.40 કિ.મી. લંબાઇને રૂ. 472 કરોડના ખર્ચે ચાર માર્ગીયકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. કામગીરી પ્રગતિના વિવિધ તબક્કામાં છે. આ ઉપરાંત મોરબી આદ્યોગિક વિસ્તારમાં તેમ જ રાજયના ગ્રામ્ય વિસ્તારોમાં તેમ જ રાજયના તમામ જિલ્લાને આવરી લેતાં હયાત 3.75 મીટર પહોળાઇ ધરાવતાં ગ્રામ્ય માર્ગોને 5.50 મીટર પહોળા કરવા માટેની પણ બજેટમાં જોગવાઇ કરાઇ છે. વિધાનસભાના સદસ્ય નિવાસ સંકુલ તથા કવાર્ટસ બનાવવાની પણ જોગવાઇ છે.

તેમણે કહ્યું કે, અત્યંત મહત્વાકાંક્ષી અને દેશને અલગ ઓળખ આપનારા અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલવે કોરીડોર- બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાત સરકાર દ્વારા આજદિન સુધી રૂ. 1630 કરોડ ઇકવીટી પેટે આપવામાં આવ્યા છે. વર્ષ 2021-22માં પણ આ પ્રોજેક્ટ માટે રૂ. 1500 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat