Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત: દશેરાનો દિવસ બન્યો ગોજારો, બે અલગ-અલગ અકસ્માતોમાં 5ના મોત

ગુજરાત: દશેરાનો દિવસ બન્યો ગોજારો, બે અલગ-અલગ અકસ્માતોમાં 5ના મોત

0
185

અમદાવાદ: ગુજરાતના દાહોદ જિલ્લામાંથી માઠા સમાચાર મળી રહ્યા છે. જેમાં નાની ડોકી ગામ પાસે રીક્ષા તળાવમાં ખાબકતા 3 બાળકોના મૃત્યું થયા છે. જ્યારે રીક્ષામાં સવાર અન્ય ત્રણ મહિલાઓ ઇજાગ્રસ્ત થઇ છે. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઇ છે. ઘટના સ્થળે ફાયર વિભાગના જવાનો અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા

મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ચોસાલા ગામની 25 વર્ષીય મહિલા પ્રસૂતિ બાદ ઘરે પરત ફરી રહેલી મહિલાઓની રીક્ષા 30 ફૂટ ઊંડા તળાવમાં ખાબકી હતી. જેમાં 3 માસૂમ બાળકોનાં કરૂણ મોત નિપજ્યા છે. જેમાં નવજાત બાળક પણ હતું, જે હોસ્પિટલમાંથી માતા સાથે ઘરે જઈ રહ્યું હતું. જ્યારે રીક્ષામાં સવાર 3 મહિલાઓનો આબાદ બચાવ થયો છે. 3 બાળકોનાં મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો: BREAKING: નરેશ કનોડિયાના ભાઈ અને પૂર્વ સાંસદ મહેશ કનોડિયાનું નિધન

ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને ફાયર ફાઇટરો દ્વારા બાળકોનાં મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં દુઃખની લાગણી છવાઈ ગઈ હતી.

જ્યારે અન્ય એક ઘટનામાં ભરૂચ નજીક દહેજ રોડ પર ટ્ક અને વાન વચ્ચે અક્સ્માત સર્જાતા 2 લોકોના મૃત્યુ થયા છે. ફુલ સ્પિડે આવતા ટ્રકે વાનને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વાનમાં સવાર 5 લોકોમાંથી 2 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા છે. જ્યારે અન્ય 3 ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.