- પ્રચંડ જનાદેશની ભેટ સ્વરૂપે પાણી કાપ…! Water Cut In Rajkot
રાજકોટ: મહાનગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે, ત્યાં ગુજરાત વોટર ઈન્ફાસ્ટ્રક્ચર્સ લિમિટેડ (GWIL) દ્વારા ચૂંટણીના પરિણામો બાદ શટ ડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે રાજકોટ શહેરના વોર્ડ નંબર 8,11 અને 13માં બુધવારે પાણી બંધ રહેશે. રાજકોટ કોર્પોરેશનના વોટર વર્કર્સ ડિપાર્ટમેન્ટ તરફથી આ અંગેની સૂચના પણ આપી દેવામાં આવી છે. Water Cut In Rajkot
આ અંગે કોર્પોરેશનના વોટર વર્કસ શાખાના એડિશ્નલ સિટી એન્જિનિયરની યાદીમાં જણાવ્યા પ્રમાણે, GWIL તરફથી NC-34 પ્રોજેક્ટમાં સિંધાવદર હેડ વર્કર્સમાં શટડાઉન લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના કારણે આજે કોર્પોરેશનના વેસ્ટ ઝોન અંતર્ગત ચંદ્રેશનગર હેડવર્કર્સ અંતર્ગત આવતા વોર્ડ નંબર 8, 11 અને 13માં દિવસના 12 વાગ્યા બાદ તથાં મવડી હેડ વર્કર્સ અંતર્ગત વોર્ડ નંબર 11 અને 13માં પાણીને સપ્લાય બંધ રહેશે. આ સાથે જ 150 ફૂટ રિંગ રોડ હેડવર્કર્સના વિસ્તારમાં ઓછા ફોર્સ સાથે પાણીનું વિતરણ કરવામાં આવશે. Water Cut In Rajkot
આ પણ વાંચો: પાટીદારોના ગઢમાં જ કોંગ્રેસનો સફાયો, શું હજુ પણ પાર્ટી હાર્દિક પટેલને સાવચશે? Water Cut In Rajkot
જણાવી દઈએ કે, મંગળવારે જાહેર થયેલા મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભાજપનો જવલંત વિજય થયો છે. વોર્ડ નંબર 8 ભાજપનો ગઢ ગણાય છે. જ્યારે વોર્ડ નંબર 11 અને 13માં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. આમ આ ત્રણેય વોર્ડમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. જો કે હવે ભાજપે પોતાને મળેલા પ્રચંડ જનાદેશની ભેટ પાણીકાપ કરીને આપી રહી છે. Water Cut In Rajkot