Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 850 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ 2ની ડિઝાઇનને મળી સૈદ્ધાંતિક મંજુરી

850 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ 2ની ડિઝાઇનને મળી સૈદ્ધાંતિક મંજુરી

0
138
 • કોન્સેપ્ટ પ્લાનીંગ તથા ડિઝાઇનનું કામ પૂર્ણ, સૈદ્ધાંતિક મંજુરી અપાઇ ahmedabad news gujarati
 • સાબરમતી, ચાંદખેડા, મોટેરા જેવા વિસ્તારોને હાંસોલ વિસ્તાર તથા એરપોર્ટ સાથે સીધી કનેક્ટિવીટી મળશે

અમદાવાદ: રિવરફ્રન્ટનું વિસ્તૃતિકરણ કરવાની સાથે તેનો વિકાસ કરવાના ભાગરૂપે સાબરમતી રિવરફ્રન્ટ ડેલપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ દ્રારા અંદાજે 850 કરોડના ખર્ચે ફેઝ 2નો વિકાસ કરવાનો નિર્ણય કર્યો છે. રિવરફ્રન્ટ ફેઝ 2માં તેનું કોન્સેપ્ટ પ્લાનીંગ તથા ડિઝાઇનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. તેને સૈદ્ધાંતિક મંજુરી પણ આપવામાં આવી છે. હવે ફેઝની ડિટેઇલ્ડ ડિઝાઇનની કામગીરી ચાલુ કરવામાં આવશે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના બોર્ડ ઓફ ડાયરેકટરની આજે મીટીંગ મળી હતી. જેમાં મેયર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન, પ્રોજેક્ટ કમિટીના ચેરમેન, મ્યુનિ. કમિશ્નર તથા એકઝિકયુટીવ ડાયરેકટર ઉપરાંત ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર ( ફાયનાન્સ ) હાજર રહ્યા હતા. આ મીટીંગમાં રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ફેઝ 2ના પ્લાનીંગ અને ડિઝાઇનીંગની કામગીરી અંગે થયેલી વિસ્તુત ચર્ચા બાદ ફેઝ 2ના કોન્સેપ્ટ પ્લાનીંગ અને ડિઝાઇનને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. ahmedabad news gujarati

શું છે મુખ્ય લાક્ષણિકતા ? ahmedabad news gujarati

 • રિવરફ્રન્ટ પૂર્વના 11.5 કિ.મી.માં 5.8 કિ.મી.નો ઉમેરો કરી તથા પશ્ચિમમાં 11.5 કિ.મી.માં 5.2 કિ.મી.નો વધારો કરી ઇન્દિરા બ્રીજ સુધી બંને કિનારા થઇને આશરે 11.5 કિ.મી. જેટલો પ્રોજેક્ટ ફેઝ 2 અંતર્ગત લંબાવવાનો નક્કી કરવામાં આવ્યું છે. જેથી બંને બાજુ થઇને લંબાઇ હવે કુલ 34.00 કિ.મી. થશે
 •  ફેઝ 2 અંતર્ગત નદીની બંને બાજુ સ્ટેપિંગ પ્રોમેનાડ, રોડ નેટવર્ક, એક્ટિવ ગ્રીન પાર્કસ તથા રહેણાંક અને વાણિજ્ય પ્રકારના વિકાસના કાર્યોનો સમાવેશ થશે.
 • રિવરફ્રન્ટ ફેઝ 2 હાલના રિવરફ્રન્ટ કરતા વધારે હરિયાળો હશે. તેમાં નદીના બંને કાંઠે ગ્રીન પટ્ટા અલગ અલગ લેવલ પર વુક્ષોનું વાવેતર, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફુડ પ્લાઝા, આર્ટ અને કલ્ચર, સ્વાસ્થ્ય માટે તેમ જ લોકો માટે જુદા જુદા લેવલ પર સીંટીંગ એરેન્જમેન્ટ વગેરે જેવી સુવિધાઓ હશે. ahmedabad news gujarati

  શું થશે ફાયદો ?

  • બેરેજ કમ બ્રીજના નિર્માણ થકી ફેઝ 2 વિસ્તારમાં નદીમાં પાણીનું લેવલ જળવાઇ રહેશે. જેથી આકસ્મિક સંજોગોમાં તથા નર્મદા કેનાલના મેઇન્ટેનન્સ દરમિયાન 10થી 15 દિવસ સુધી અમદાવાદ શહેર માટે પાણીનો સંગ્રહ કરી શકાશે.
  • બેરેજ કમ બ્રીજ બનવાના કારણે શહેરના સાબરમતી, ચાંદખેડા, મોટેરા જેવા વિસ્તારોને હાંસોલ વિસ્તાર તથા એરપોર્ટ સાથે સીધી કનેક્ટિવીટી મળશે. જેથી ટ્રાફિક સમસ્યા ઘણી જ હળવી બનશે.
  • આ પ્રોજેક્ટ આંબેડકર બ્રીજથી ઇન્દિરા બ્રીજ સુધી સાબરમતી નદીને સમાંતર બનશે. જેનાથી પસાર થતાં લોકોને નદી કિનારે ડ્રાઇવ કરતાં આલ્હાદક અનુભવ મળશે.
  • આ રોડ થવાથી મણિનગર, નારોલથી ગાંધીનગર, ઉત્તર ગુજરાત તથા રીંગ રોડ જવા માટે આ રસ્તાઓનો ઉપયોગ થવાથી ટ્રાફિક સમસ્યાનું નિવારણ થશે અને પ્રદૂષણના પ્રશ્નો ઘટશે.

  ફેઝ 2ની તાજેતરની સ્થિતિ ?

  • ફેઝ 2ના વિસ્તારમાં ડેવલપમેન્ટની કામગીરી માટે હાઇડ્રોલોજી તેમ જ હાઇડ્રોલિક સ્ટડીનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. તેના વેરીફીકેશનની કામગીરી નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ હાઇડ્રોલોજી, રૂરકી દ્રારા કરાવવામાં આવી રહેલ છે.
  • હાલમાં આ ફેઝના એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટની કામગીરી ચાલુ છે.
  • સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ફેઝ 2 માટે અમદાવાદ જિલ્લાના ચાર ગામની આશરે 72 હેકટર નદી પૈકીની જમીનનો આગોતરો કબજો મળ્યો છે. ગાંધીનગર જિલ્લાના બે ગામની નદી પૈકીની આશરે 20 હેકટર જમીન મેળવવાની કાર્યવાહી ચાલુ છે. તથા અમદાવાદ કેન્ટોન્મેન્ટ બોર્ડની આશરે 13 હેકટર જમીન મેળવવાની સંમંતિ મળી છે.