Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > ફાટેલી જીન્સ અંગે ઉત્તરાખંડના CMના નિવેદન સામે મહિલાઓનો ફાટ્યો ગુસ્સો

ફાટેલી જીન્સ અંગે ઉત્તરાખંડના CMના નિવેદન સામે મહિલાઓનો ફાટ્યો ગુસ્સો

0
172

TMC સાંસદ મહુઆ મોઇત્રા અને અમિતાભની દૌહિત્રિ નવ્યાએ CM પર ઠાલવ્યો રોષ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તિરથ સિંહ રાવતના ફાટેલી જીન્સ (RippedJeans)અંગે કરેલા નિવેદન સામે મહિલાઓનો ગુસ્સો ફાટી પડ્યો છે. સોશિયલ મીડિયા પર ચારે બાજુ તિરથ સિંહની ટીકા થઇ રહી છે. તેમણે કહ્યું હતું કે ફાટેલી જીન્સ પહેરનારી મહિલાઓ પોતાના બાળકો અને સમાજ સામે શેનું ઉદાહરણ આપશે.

TMC સાંસદ મહુઆ મોઇત્રા, બીગ બી અમિતાભ બચ્ચનની દૌહિત્રિ નવ્યા નવેલી નંદા સહિત અનેક મહિલાઓએ તિરથ સિંહને ઘેરી લીધા છે.

આ પણ વાંચોઃ ઉત્તરાખંડના નવનિયુક્ત CMનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- મહિલાઓ ફાટેલી જીન્સ પહેરે છે, આ કેવા સંસ્કાર?

CM સાહેબનું મગજ ફાટેલું લાગે છેઃ મહુઆ મોઇત્રા

તૃણમુલ સાંસદ મહુઆ મોઇત્રાએ તિરથ સિંહ પર નિશાન સાધતા ટ્વીટ કરીને જણાવ્યું કે

“સીએમ સાહબ, રાજ્ય ચલાવો છો અને મગજ ફાટેલું લાગે છે?”

 અમિતાભના પુત્રી શ્વેતા નંદાની યુવાન દિકરી નવ્યા નવેલીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે

“અમારા વસ્ત્રો બદલતા પહેલાં પોતાની માનસિકતા બદલો, કારણ કે ચોંકાવનારી એક જ વાત છે, જે સંદેશ આ પ્રકારના સમાજને મોકલો છો.”

નવ્યાએ ફાટેલી જીન્સ પહેરી ફોટો શેર કર્યો

એટલું જ નહીં નવ્યાએ ઇન્સ્ટાગ્રામ પર RippedJeans (ફાટેલી જીન્સ) સાથેનો પોતાનો ફોટો પણ પોસ્ટ કર્યો. તેમાં લખ્યું કે “હું રિપ્ડ જીન્સ પહેરીશ, થેન્ક યુ. અને હું તે ગર્વ સાથે પહેરીશ.”

આ પણ વાંચોઃ ફોગાટ સિસ્ટર રિતિકાએ કુશ્તીમાં એક પોઇન્ટથી હારી જતાં કરી લીધો આપઘાત

CM તિરથ સિંહના નિવેદન વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અનેક મહિલાઓએ રિપ્ડ (ફાટેલી) જીન્સ પહેરેલા ફોટા મૂકી વિરોધ પણ દર્શાવ્યો છે. ટ્વીટર પર તો #RippedJeans ટ્રેન્ડ ચાલી રહ્યું છે.

આ પણ વાંચોઃ લુટેરી દુલ્હનઃ MP-ગુજરાત સહિત અનેક રાજ્યોની પોલીસ જેને શોધી રહી છે

માત્ર મહિલાઓ જ નહીં કોંગ્રેસ નેતા સંજય ઝાએ પણ રિપ્ડ જીન્સ (RippedJeans)પહેરેલો ફોટો પોસ્ટ કર્યો અને ભાજપને સવાલ કર્યો કે શું પાર્ટી આ વિચારને સમર્થન આપે છે.

નોંધનીય છે કે મુખ્યમંત્રી તિરથ સિંહે આ વાત દહેરાદૂનમાં આયોજીત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના એક વર્કશોપમાં કહી હતી. તેમણે સભાને સંબોધિત કરતા એક કિસ્સો સંભળાવતા કહ્યું હતું કે,

“હું એક દિવસ જયપુરથી આવી રહ્યો હતો.બીજા દિવસે કડવાચૌથ હતું. જ્યારે હું વિમાનમાં બેઠો અને મારી સાથે બે-ત્રણ લોકો પણ હતા. તેમણ કહ્યું કડવાચૌથ છે. જવું તો છે, આખું વર્ષ નારાજ રાખીએ છીએ. તેથી એક દિવસ ખુશ તો રાખવા પડશે. મારી પાડોશમાં એક બહેનજી બેઠા હતાં.”

“વાતચીત થઇ અને મેં જ્યારે તેમની તરફ જોયું તો નીચે ગમબૂટ હતા અને ઉપર જોયું તો ઘૂંટણ ફાટેલા હતા. હાથ જોયા તો અનેક કડા હતા. તેમના ઘૂંટણ જોઇ મેં પુછ્યું, ક્યાં જવું છે? તેમણે કહ્યું દિલ્હી જવું છે. પુછ્યું શું કરો છો? જવાબ મળ્યો NGO ચલાવું છું. મેં કહ્યું એનજીઓ ચલાવો છો, ઘૂંટણ ફાટેલા છે. સમાજની વચ્ચે જશો તો શું સંસ્તાર આપશો?”

આ પણ વાંચોઃ મોઢા પર ઓક્સિજન-માસ્ક, બંધાયેલા હાથ, નર્સિંગકર્મી આખી રાત કરતો રહ્યો અશ્લીલ હરકત

CM તિરથ સિંહે જણાવ્યું હતું કે

“જો આ મહિલાઓ લોકોને મળવા અને તેમની સમસ્યા ઉકેલવા માટે સમાજમાં જાય છે તો આપણે સમાજ અને આપણા બાળકોને કેવો સંદેશ આપી રહ્યા છીએ? આ બધુ ઘરેથી શરુ થાય છે. આપણે જે કરીએ છીએ, આપણા બાળકો તેને જ ફોલો કરે છે. એક બાળક જેને ઘરે યોગ્ય કલ્ચર (સંસ્કાર) શીખવાડવામાં આવે છે, તો ગમે તેટલો મોડર્ન થઇ જાય જીવનમાં ક્યારેય ફેલ નહીં થાય?”

મુખ્યમંત્રી આટલેથી અટક્યા નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે

“ઘૂંટણ દેખાડવા, ફાટેલી જીન્સ પહેરવા અને ધનિક બાળકો જેવા દેખાવવા, લાગે છે કે આજ કાલ આ જ વેલ્યુ આપવામાં આવી રહી છે. ઘરેથી નહીં તો આ ક્યાંથી આવી રહ્યું છે? ઘૂંટણ દેખાડતી જીન્સમાં હું મારા પુત્રને ક્યાંથી ક્યાં લઇ જઇ રહ્યો છું? છોકરીઓ પણ કોઇનાથી કમ નથી. ઘૂંટણ દેખાડી રહી છે. શું આ સારું છે?”

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat