Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > ફાટેલી જીન્સનો વિવાદઃ સામાજિક ચળવળનું પ્રતિક Ripped Jeans બની ગઇ ફેશન

ફાટેલી જીન્સનો વિવાદઃ સામાજિક ચળવળનું પ્રતિક Ripped Jeans બની ગઇ ફેશન

0
87
  • જીન્સની શોધ ક્યારે થઇ?, 50 દાયકા પહેલાં શરુ થઇ હતી ફાટેલી જીન્સ
  • ભારતમાં બોલીવૂડના ભાઇજાને શર્ટ કાઢી ફાટેલી જીન્સની કરી શરુઆત

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે ફાટેલી જીન્સ (Ripped Jeans discovery) અંગે નિવેદન આપ્યું. ત્યાર બાદ આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો. કારણ કે યુવાઓમાં રિપ્ડ જીન્સ ફેશન બની ચૂકી છે. જે શરૂઆતમાં હાસ્યાસ્પદ લાગતી હતી, પરંતુ નવાઇ લાગશે કે ફાટેલી જીન્સ 5 દાયકા પહેલાં શરુ થઇ હતી. તે ફેશન તરીકે નહીં પણ સામાજિક આંદોલન માટે થઇ હતી.

ભારતમાં બોલીવૂડના ભાઇજાન સલમાન ખાને 1998માં આવેલી ફિલ્મથી રિપ્ડ જીન્સની શરુઆત કરી હતી. ત્યાર બાદ તેની ફેશને જોર પકડ્યું.

આ પણ વાંચોઃ ફાટેલી જીન્સ અંગે ઉત્તરાખંડના CMના નિવેદન સામે મહિલાઓનો ફાટ્યો ગુસ્સો

ખલાસીઓ માટે 1870માં જીન્સની શોધ થઇ

જીન્સને પ્રથમવાર 1870ના દાયકામાં જર્મન વ્યવસાયી લોએબ સ્ટ્રૌસ દ્વારા ડિઝાઈન કરવામાં આવી હતી. ખાસકરીને મહિનાઓ સુધી ઘરેથી દૂર રહેતા જહાજના ખલાસીઓ માટે તેની શોધ કરવામાં આવી હતી. જેથી કરીને તેમને પેન્ટ વારંવાર ધોવાની જરુર નહીં પડતી. કારણ કે જીન્સ પેન્ટ સામાન્ય ટ્રાઉઝરની જેમ એક બે વાર પહેર્યા પછી ધોવી પડતી નથી.

પાછળથી આ ટ્રાઉઝરને અનિવાર્યરૂપે શ્રમિક વર્ગના પુરુષો માટે બનાવવામાં આવ્યા હતા, જેને ઈંડિંગો રંગ આપવામાં આવ્યો હતો.

જ્યારે ફાટેલી (Ripped Jeans discovery) જીન્સનો 1970ના દાયકામાં એક સામાજિક આંદોલન (Social Movement)ના ભાગરૂપે જન્મ થયો. ત્યારે જીન્સમાં કાપા મુકવામાં આવ્યા હતા, તે સમાજ પ્રત્યે નારાજગીના ભાગરૂપે હતા. જેને રાજકીય આંદોલન ગણવામાં આવ્યું હતું

આ પણ વાંચોઃ માફ કરો, કોઇને ફાટેલી જીન્સ જ પહેરવી હોય તો હું શું કરું?: CM તીરથ સિંહ

મેડોના સહિતની સેલિબ્રિટીઝમાં પોપ્યુલર

પાછળથી હોલીવૂડ સિંગર મેડોના (Madonna) સહિતની સેલિબ્રિટીઓએ તેને એક પોપ્યુલર ટ્રેન્ડ બનાવી દીધો. તેમના ફેન્સ આ ટ્રેન્ડ ફોલો કરવા લાગ્યા. જીન્સમાં કાપા  મુકવા માટે ઉપયોગમાં લેવાતા મશીનને 2500W લેઝર શાર્પ ડેનિમએચડી એબ્રેશન સિસ્ટમ કહેવામાં આવે છે.

રિપ્ડ જીન્સ બાદ મંકી વૉશ, બૂટકટ, ડબલ શેડેડ જીન્સ 2010 સુધી ટ્રેન્ડમાં રહ્યા. રિપ્ડ જીન્સ (Ripped Jeans discovery)માં માત્ર અમુક કાપા મુકવાના કારણે લોકો તેના વધુ રૂપિયા આપવા તૈયાર નહોતા, કારણ કે તે ઘરે પણ કરી શકાય છે. જેથી તેનો ટ્રેન્ડ ઘટી ગયો અને જીન્સને ઘરે કાપા મુકવાનો ટ્રેન્ડ ચાલવા લાગ્યો. 2010 બાદ રિપ્ડ જીન્સ ફરીથી ટ્રેન્ડમાં આવ્યું. જેને ડીઝલ અને બાલ્મેન બ્રાન્ડ્સે તેને ડિસ્ટ્રેસ જીન્સ તરીકે રજૂ કર્યું.

પ્યાર કિયા તો ડરના કિયા થી ટ્રેન્ડ

દેશમાં રિપ્ડ જીન્સ કે ડિસ્ટ્રેસ જીન્સનું કલ્ચર 1998માં બોલીવૂડે શરુ કર્યું. સલમાન ખાને તેની ફિલ્મ પ્યાર કિયા તો ડરના કિયામાં શર્ટ કાઢવાની સાથે પહેલી વખત ફાટેલી જીન્સ પહેરી હતી. જેમાં તેણે ગાયેલું ગીત ઓ જાને જાના બહુ લોકપ્રિય થયું હતુ. સાથે સાથે બહુ ઝડપથી ફાટેલી જીન્સનો ટ્રેન્ડ પણ વાયરલ થઇ ગયો. પછઈ માર્કેટમાં રિપ્ડ જીન્સ વેચાવા લાગી અને અન્ય સેલિબ્રિટીઝ પણ તેને પહેરવા લાગ્યા.

આ પણ વાંચોઃ લુટેરી દુલ્હનઃ MP-ગુજરાત સહિત અનેક રાજ્યોની પોલીસ જેને શોધી રહી છે

shahid Ripped Jeans

shahid Ripped Jeans

જીન્સમાં એક બે નાના કાપા સુધી વાત બરાબર હતી, પછીથી તો તેમાં ઘૂંટણ અને તેની ઉપરના ભાગે મોટા-મોટા ગાબડાં સાથેની ફેશન શરુ થઇ ગઇ. શાહીદ કપૂર સહિતના કલાકારોએ આવી જીન્સ પહેરી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat