Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ઉમેદવારો વિશે જાણકારી મેળવવાનો મતદારોનો પ્રાથમિક અધિકાર- ગુજરાત હાઈકોર્ટ

ઉમેદવારો વિશે જાણકારી મેળવવાનો મતદારોનો પ્રાથમિક અધિકાર- ગુજરાત હાઈકોર્ટ

0
64

અમદાવાદ: જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉમેદવારે તેના હરીફ ઉમેદવારના ફોર્મમાં કેટલીક માહિતી છુપાવવામાં આવી છે, જેથી તેનો ફોર્મ રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીનો નિકાલ કરતા કોર્ટે કહ્યું કે ચૂંટણીમાં તેમના ઉમેદવારો કોણ છે તેની માહિતી મેળવવાનો મતદારોનો પ્રાથમિક અધિકાર છે. Gujarat High Court

ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે બાંધરણના અનુછેદ 19(1)(a)ની જોગવાઈઓ પ્રમાણે મતદારોને તેમના ઉમેદવારો વિશે માહિતી મેળવવાનો અધિકાર છે. નોમિનેશન ફોર્મ સાથે સોગંદનામું દાખલ કરવાનો હેતુ નાગરિકોને તેમના મૂળભૂત અધિકાર પૂરો પાડવાનો છે. નોમિનેશન ફોર્મ દાખલ કરતી વખતે ઉમેદવારની માહિતી નાગરિકો મેળવી શકે છે. રિટર્નિંગ ઓફિસર ઉમેદવારને માહિતી ઉપલબ્ધ કરાવવા ફરજ પાડી શકે છે. Gujarat High Court

હાઇકોર્ટે વધુમાં કહ્યું કે ઉમેદવાર જ્યારે એફિડેવિટ દાખલ કરે છે, ત્યારે તેણે પુરી માહિતી ભરી છે કે કેમ એ ચકાસવાનો રિટર્નિંગ ઓફિસરને પૂરો અધિકાર છે, કારણ કે આ માહિતી થકી નાગરિકો તેમના ઉમેદવારો વિશે જાણવાનો અધિકાર મળે છે. Gujarat High Court

આ પણ વાંચો: GHAAના સભ્યોએ ગુજરાત હાઈકોર્ટના ગેટ બહાર બેસીને ફિઝિકલ સુનાવણી શરૂ કરવાની માંગ કરી

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ઉમેદવારો કે જેનું પોતાનું નોમિનેશન ફોર્મ સ્વીકારાઈ ગયું છે. તેણે પોતાના હરીફ ઉમેદવારનું ફોર્મ રદ કરાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરતા કહ્યું હતું કે તેના હરીફ ઉમેદવારે ગુનાહિત ઇતિહાસ અંગેની માહિતી જાહેર કરી નથી અને માટે ફોર્મ રદ કરવામાં આવે તેવી દાદ માંગી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat