Gujarat Exclusive > રાજનીતિ > મહારાષ્ટ્ર: ઔરંગાબાદ શહેરનું નામ બદલવા મુદ્દે શિવસેના અને કોંગ્રેસ વચ્ચે મતભેદ

મહારાષ્ટ્ર: ઔરંગાબાદ શહેરનું નામ બદલવા મુદ્દે શિવસેના અને કોંગ્રેસ વચ્ચે મતભેદ

0
140

મુંબઈ: મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી (Maha Vikas Aghadi) ગઠબંધનની સરકાર તો બની ગઈ, પરંતુ અવારનવાર સરકારની (Maharashtra Government) સહયોગી પાર્ટીઓ વચ્ચે કોઈને કોઈ મુદ્દે મતભેદ સામે આવી રહ્યાં છે. હવે મહારાષ્ટ્રમાં શિવસેના (Shiv Sena) અને કોંગ્રેસ (Congress) વચ્ચે ઔરંગાબાદ (Aurangabad) શહેરનું નામ બદલવાના મુદ્દે વિવાદ ઉભો થયો છે.

મહારાષ્ટ્રના ઔરંગાબાદનું (Aurangabad) નામ બદલવા મામલે કોંગ્રેસ (Congress) અને શિવસેના (Shiv Sena) સામસામે આવી ગયા છે. શિવસેના ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર (Sambhaji Nagar) કરવાની યોજના બનાવી રહ્યું છે. જેના પર કોંગ્રેસ નેતા સંજય નિરુપમે (Sanjay Nirupam) શિવસેનાને ગઠબંધન ધર્મ અને કોમન મિનિમમ પોગ્રામની યાદ અપાવી છે.

કોંગ્રેસ નેતા સંજય નિરુપમે (Sanjay Nirupam) જણાવ્યું કે, ઔરંગાબાદ (Aurangabad) શહેરનું નામ બદલવું શિવસેનાનો (Shiv Sena) જૂનો એજન્ડા છે. જો કે સરકાર ત્રણ પાર્ટીઓના સહયોગથી ચાલી રહી છે. આથી ભૂલવું ના જોઈએ કે, ગઠબંધન સરકાર (Maha Vikas Aghadi) કૉમન મિનિમમ પ્રોગ્રામથી ચાલે છે. કોઈના પર્સનલ એજન્ડાથી નહીં.

આ પણ વાંચો:  ઉત્તરાયણને પણ લાગશે કોરોનાનું ગ્રહણ! ટૂંક સમયમાં નવા નિયમો જાહેર થશે

કોંગ્રેસની (Congress) નારાજગીના સમાચારો અંગે શિવસેના સાંસદ સંજય રાઉતે જણાવ્યું કે, ઔરંગાબાદનું નામ બદલવું શિવસેનાનો જૂનો એજન્ડા છે. અમે મહાવિકાસ અઘાડીમાં (Maha Vikas Aghadi)સામેલ સહયોગી પાર્ટીઓ એક સાથે બેસીને નિર્ણય લઈ લઈશું અને કોંગ્રેસની નારાજગી દૂર કરીશું.

મહાવિકાસ અઘાડીમાં (Maha Vikas Aghadi) કોઈ વિવાદ થાય તો ભાજપ પાછળ કેમ રહે? ઔરંગાબાદનું નામ બદલવા મુદ્દે શિવસેના અને કોંગ્રેસની નારાજગી પર ભાજપે કટાક્ષ કરતાં જણાવ્યું કે, આ કામ શિવસેના પહેલા પણ કરી શકતી હતી.

ભાજપ નેતા રામ કદમે કહ્યું કે, શિવસેનાને મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા સંભાજીનગર નામ યાદ આવ્યું આ કામ પહેલા કેમ ના કરવામાં આવ્યુ?

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9