Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > જમાલપુરમાં નાઈટ કર્ફ્યૂમાં બહાર ફરતા રીક્ષાચાલકે પોલીસકર્મી પર કર્યો હુમલો

જમાલપુરમાં નાઈટ કર્ફ્યૂમાં બહાર ફરતા રીક્ષાચાલકે પોલીસકર્મી પર કર્યો હુમલો

0
134

જમાલપુરમાં આગામી સમયમાં નિકળનાર રથયાત્રાને લઈ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને નાઈટ કર્ફ્યુનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. ત્યારે ગતરાત્રે એક રીક્ષાચાલકે પોલીસ પર હુમલો કર્યો હતો અને પોલીસને છરી મારી ફરાર થઈ ગયો હતો. પોલીસકર્મીને ઈજા થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ગાયકવાડ હવેલી પોલીસે આ મામલે અજાણ્યા રીક્ષાચાલક સામે ગુનો નોંધી તેની તપાસ શરૂ કરી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, આગામી સમયમાં શહેરમાં નિકળનારી રથયાત્રાને લઈ પોલીસ દ્વારા શહેરમાં ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને સતત પેટ્રોલિંગ અને નાઈટ કર્ફ્યુનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. ત્યારે જમાલપુર ચાર રસ્તા પાસે નાઈટ કર્ફયુનો અમલ કરાવી રહેલા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના LRD નરેન્દ્રસિંહ ઉપર એક રિક્ષા ચાલકે જીવલેણ હુમલો કર્યો હતો. રીક્ષા ચાલક રોંગ સાઈડમાં આવતો હોવાથી તેને રોક્યો હતો. અને તેની પૂછપરછ કરતાં આ રીક્ષા ચાલકે સંતોષ કારક જવાબ આપ્યો ન હતો.જેથી નરેન્દ્રસિંહ તેની તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન રીક્ષા ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને પોલીસ સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. જેમાં રીક્ષા ચાલક નીચે પડી ગયો હતો. અને એકદમ ઊભો થઈને તેની પાસે રહેલ છરીથી પોલીસકર્મીના ગળાના ભાગે મારવાનો પ્રયાસ કર્યો હતો.

​​​​​​​પોલીસકર્મી પોતાનો બચાવ કરવા ગયો ત્યારે તે જમીન પર પડી ગયો હતો. પરંતુ આરોપીએ બીજી વખત છરી મારતા પોલીસકર્મીને ઈજા થતા તેને લોહી નીકળ્યું હતું. આ જોઈ તુરંત આરોપીએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આરોપી પણ આગળ જતાં નીચે પટકાયો હતો. ઇજાગ્રસ્ત પોલીસકર્મીને તાત્કાલિક સારવાર આપીને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat