Gujarat Exclusive > રાજનીતિ > TMC ને ભવ્ય વિજય અપાવનાર પ્રશાંત કિશોરે સંન્યાસ લેવાની જાહેરાત કરી

TMC ને ભવ્ય વિજય અપાવનાર પ્રશાંત કિશોરે સંન્યાસ લેવાની જાહેરાત કરી

0
55

પંશ્ચિમ બંગાળમાં મમતાની આંધી ચાલી છે જેમાં ભાજપનો સુપડો સાફ થઈ ગયો છે. ટીએમસીના રણનીતકાર રહેલા પ્રશાંત કિશોરે ચૂંટણી મેનેજમેન્ટનું પ્રોફેશન છોડવાનો નિર્ણય કર્યો છે. બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે સામે આવી રહ્યા છે. જેમાં ભાજપનો સુપડો સાફ થતો દેખાઈ રહ્યો છે. પ્રશાંતે જણાવ્યું છે કે, તે હવે કંઈક બીજુ કરવા ઈચ્છે છે.

પ્રશાંત કિશોરે રવિવારે કહ્યુ કે, ઇલેક્શન મેનેજમેન્ટ અને IPAC છોડી રહ્યા છે કારણ કે તે હવે બીજુ કરવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે, તે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં પોતાના મેનેજમેન્ટમાં લડાયેલી વિધાનસભા ચૂંટણીમાં ટીએમસી અને ડીએમકેની જીતથી ખુબ ખુશ છે. આ સિવાય તેમનો આ દાવો છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપની સીટો માત્ર બે આંકડામાં રહેશે, તે સાચુ સાબિત થવાથી તેમને ખુશી છે.

પ્રશાંત કિશોરે પશ્ચિમ બંગાળ ચૂંટણીના પરિણામ સામે આવ્યા પહેલા દાવો કર્યો હતો કે જો ભાજપ 100થી વધુ સીટ જીતશે તો તે પોતાનું કામ છોડી દેશે. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભગવા પાર્ટી માત્ર બે આંકડામાં જ રહેશે. 2 મેએ રવિવારે પરિણામ સામે આવ્યા બાદ પીકેનો દાવો સાચો સાબિત થઈ રહ્યો છે. ભાજપને 80-85 સીટો સામે આવી રહી છે. પીકેએ કહ્યુ કે, તેમનો દાવો સાચો સાબિત થયા બાદ પણ તે આ ક્ષેત્રમાં કામ કરવા ઈચ્છતા નથી.

ઉલ્લેખનીય છે કે તેમણે મમતા બેનર્જીની પાર્ટીની ચૂંટણી રણનીતિ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેની મદદથી મમતા બેનર્જી ફરી સત્તામાં વાપસી કરી રહ્યા છે.

2021 ચૂંટણીની સુપર સ્ટાર મમતા

બંગાળમાં ચૂંટણી પ્રચારનો સમય યાદ કરો. .બીજેપીએ પોતાની બધી જ શક્તિ લગાવી દીધી હતી. મોદી અને અમિત શાહ એક પછી એક વિશાળ રેલીઓ કરી રહ્યાં હતા. કોરોનાની બીજી લહેર હોવા છતાં પ્રચારનો જોર ઓછો થવા દીધો નહતો. બીજેપી પર કેન્દ્રીય એજન્સીઓ દ્વારા વિપક્ષને ધમકાવવાના આરોપ પણ લાગ્યા. પછી ભલે કોલસા કૌભાંડમાં મમતાના ભત્રીજા અને તેમના પરિવાર પર તપાસની પંજો હોય કે પછી ચૂંટણી પંચ પાસે તેમની ઈચ્છા અનુસાર નિર્ણય લેવડાવવાનો આરોપ. પરંતુ બીજેપીનો મહાબળ પણ દીદીના અંગદ પગને હલાવી શક્યું નહીં, તે ઘણું બધુ કહી જાય છે.

બંગાળનો સંદેશ

કહેવામાં આવે છે કે, દેશ જે કાલે વિચારે છે બંગાળ આજે જ વિચારી લે છે. બંગાળમાં ભાગલા પાડનાર રાજનીતિને ફગાવી દેવામાં આવી છે. ધર્મના આધાર પર નાગરિકતામાં પ્રાથમિકતાની ચાલ એટલે CAA બંગાળને પસંદ આવ્યું નહીં. શહેરી વિસ્તારોએ રિજેક્ટ કરી દીધું. માલદા, મુર્શીદાબાદે રિજેક્ટ કરી દીધું. મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોના હિન્દુઓએ પણ ફગાવી દીધો. માં દૂર્ગા સામે શ્રી રામને ઉભા કરવાની રાજનીતિને બંગાળે ફગાવી દીધી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat