Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > BREAKING: ઓડિશાના નિવૃત IASની ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટિ(IFSCA)ના ચેરમેન તરીકે નિમણૂક

BREAKING: ઓડિશાના નિવૃત IASની ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટિ(IFSCA)ના ચેરમેન તરીકે નિમણૂક

0
624

અનિલ પુષ્પાંગદન,ગાંધીનગર: ઓડિશા કેડરના 1983 બેચના નિવૃત IAS ઈન્જેપી શ્રીનિવાસની ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટિ (IFSCA)ના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગીફટ સિટીમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટિ (IFSCA)નું હેડ કવાર્ટર બનાવવા માટે ગત 27મી એપ્રિલે કેન્દ્ર સરકાર દ્વારા નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. પાટનગર ગાંધીનગરને અડીને આવેલા ગીફટ સિટીમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટિ(IFSCA)નું હેડ કવાર્ટસ બનતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણો મોટો આર્થિક લાભ થશે. કેન્દ્રના એપોઈમેન્ટ કેબિનેટ એપ્રુવલ કમિટી દ્વારા ઓડિશા કેડરના 1983 બેચના નિવૃત સિનિયર IAS અધિકારી ઈન્જેપી શ્રીનિવાસની ચેરમેન તરીકે નિમણૂક કરી છે.

આ પણ વાંચો: વિવાદ થતાં નિવૃત્ત IAS અતનુ ચક્રવર્તીનાં પત્નીની HR એડવાઇઝર પદેથી હકાલપટ્ટી

ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટિ (IFSCA)ના નવા ચેરમેન નિમાયેલા ઈન્જેપી શ્રીનિવાસ કેન્દ્રમાંથી કોમર્સ સેક્રેટરી તરીકે નિવૃત થયા હતા, તેમણે એમબીએ ઈકોનોમિક્સ વિષય સાથે કર્યુ છે. ઓડિશાના શહેરી વિકાસ, ડેવલોપમેન્ટ કમિશનરમાં જેવા અલગ અલગ વિભાગોમાં કામ કર્યાનો બહોળો અનુભવ ધરાવે છે.

આ પણ વાંચો: PSI શ્વેતાએ લાંચના WHATS APP મેસેજ ડિલિટ મારી ચતુરાઈથી પુરાવાનો નાશ કર્યો છતાં પકડાઈ

ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટિ (IFSCA)માં બેંકિગ,કેપિટલ માર્કેટ્સ, ઈન્સ્યોરન્સ સેક્ટર જેવી ફાઈનાન્શિયલ સર્વિસિસ, આરબીઈ, સિક્યુરિટિ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(SEBI) અને ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓફ ઈન્ડિયા(IRDA) દ્વારા કન્ટ્રોલ કરવામાં આવે છે. ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટિ (IFSCA) ગાંધીનગર ગીફટ સિટીમાં બનાવવામાં આવતા આ તમામ ફાઈનાન્શિયલ સર્વિસિસનું સંચાલન એક જ જગ્યાએથી થશે.