Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ગુજરાતના નિવૃત IAS જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર GC મુર્મુનું રાજીનામું

ગુજરાતના નિવૃત IAS જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર GC મુર્મુનું રાજીનામું

0
315

અનિલ પુષ્પાંગદન,ગાંધીનગર: ગુજરાત કેડરના નિવૃત સનદી અધિકારી અને જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર GC મુર્મુએ આજે મોડી સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદને તેમનું રાજીનામું મોકલી આપ્યું છે. હાલના CAGના વડા રાજીવ મહર્ષી આ મહિનામાં નિવૃત થઈ રહ્યા છે. તેમની જગ્યાએ GC મુર્મુને કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(CAG) બનાવે તેવી પુરે પુરી શક્યતા છે.

ગુજરાત કેડરના 1985 બેચના નિવૃત સનદી અધિકારી GC મુર્મુ વડાપ્રધાન મોદીના અત્યંત વિશ્વાસુ અધિકારીની છાપ ધરાવે છે. નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે GC મુર્મુ મુખ્યમંત્રી કાર્યાલયમાં મુખ્યમંત્રીના અગ્રસચિવ હતા. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી ગુજરાતના નિવૃત્ત IAS GC મુર્મુને કેન્દ્રમાં પ્રતિ નિયુક્તિ પર લઈ ગયા હતા. તેઓ દેશના નાણાં સચિવ હતા અને ઓક્ટોબર 2019માં તેઓ વય મર્યાદાના કારણે નિવૃત્ત થવાના હતા, પરંતુ નિવૃત્તિનાં પાંચ દિવસ પહેલા GC મુર્મુને જમ્મુ-કશ્મીરના લેફટરનર ગવર્નર બનાવ્યા હતાં.

આ પણ વાંચો: Breaking: ગુજરાત સરકારે 3 એડિશનલ ડીજીને DGમાં બઢતી આપી

જમ્મુ ક્શ્મીરના લેફટરનર ગવર્નર GC મુર્મુએ 10 મહિનામાં જ રાજીનામું આપી દીધું છે. તેમનું રાજીનામું રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદને મોકલી આપવામાં આવ્યું છે. દિલ્હીના ઉચ્ચ અધિકારી સુત્રોના જણાવ્યા અનુસાર, દેશના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(CAG)ના વડા રાજીવ મહર્ષી ઓગષ્ટ મહિનામાં નિવૃત થઈ રહ્યા છે અને તેમની જગ્યાએ ગુજરાત કેડરના નિવૃત IASને CAGના વડા બનાવે તેવી શક્યતા વધારે છે.

ઉલ્લેખનીય છે કે,UPA-2ના શાસનકાળ દરમિયાન તે સમયના CAGના વડા વિનોદ રાયની 4G સ્કેમ અને કોલમાઈન્સ અંગે ટિપ્પણીના કારણે કોંગ્રેસની સરકાર મુશ્કેલીમાં આવી ગઈ હતી અને તે સમયે વિપક્ષ ભાજપે જોરશોરથી દેશભરમાં UPA સરકારને ભ્રષ્ટ સરકાર ગણાવી હતી. આ ઉપરાંત દિલ્હીના હાલના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અન્ના હજારે દિલ્હીના રામલીલા મેદાનમાં આમરણાંત ઉપવાસ બેઠા હતા.

આ પણ વાંચો: સુરત: ટ્રાફિક DCPનો વિવાદિત પરિપત્ર, 50થી ઓછા માર્ક્સ આવશે નોકરી જતી રહશે

CAGના વડાની જગ્યા પર આ કારણોસર કોઈ પણ સરકાર માટે ભયજનક હોવાથી આ જગ્યા પર કેન્દ્ર સરકાર તેમના ખાસ વિશ્વાસુ વ્યક્તિને બેસાડે તેવી સંભાવના છે.