Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > વિવાદ થતાં નિવૃત્ત IAS અતનુ ચક્રવર્તીનાં પત્નીની HR એડવાઇઝર પદેથી હકાલપટ્ટી

વિવાદ થતાં નિવૃત્ત IAS અતનુ ચક્રવર્તીનાં પત્નીની HR એડવાઇઝર પદેથી હકાલપટ્ટી

0
3299

* PMO અને સીએમ સુધી ફરિયાદ બાદ સરકારે લીધુ પગલું

* 2007થી સરકારી તિજોરીમાંથી મફતનો પગાર લીધો

અનિલ પુષ્પાંગદન, ગાંધીનગર: ગુજરાતના નિવૃત્ત નાણાસચિવ IAS અતનુ ચક્રબર્તીનાં પત્નિ ચંદના ચક્રબર્તીની ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડના એચઆર એડવાઈઝર તરીકે નિમણૂકને લઈને ભારે વિવાદ થયો. હવે રાજય સરકારે આ મામલાને ગંભીરતાથી લીધો છે. પગલાં લઇ તાત્કાલિક અસરથી પત્નિ ચંદના ચક્રબર્તીને એચઆર એડવાઈઝરમાંથી છુટા કરી દીધાં છે.

અતનુ ચક્રબર્તી તાજેતરમાં કેન્દ્રીય નાણાસચિવ તરીકે નિવૃત થયા છે. તેમની રહેમનજર હેઠળ પત્નિ ચંદના ચક્રબર્તીની સરકારી સાહસ ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડમાં નિમણૂક મામલે પીએમઓ તેમજ ગુજરાતના સીએમ કાર્યલયમાં ફરિયાદ થઇ હતી. પરિણામે ભારે વિવાદ થયો હતો. ચંદના ચક્રબર્તીએ રાજય શાસ્ત્ર સાથે એમએ કર્યુ હતું તેમની શૈક્ષણિક લાયકાત પણ એમએ છે. છતાં તે વખતે તેમના પતિની સત્તાના જોરે ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડમાં એચઆર એડવાઈઝર તરીકે નિમણૂક આપવામાં આવી હતી. આ નિમણૂક થઇ ત્યારે 2007માં અતનું ચક્રબર્તી GSFC (gujarat state fertilizer coporation)ના એમડી હતા. . ત્યાર બાદ ચંદનાનો કોન્ટ્રાક્ટ દર વર્ષે રિન્યુ થતો હતો અને પગાર પણ વધતો જતો હતો.

આ પણ વાંચો: સુરતના પૂર્વ કલેક્ટર મહેન્દ્ર પટેલને મેટ્રો રેલ કોર્પોરેશનમાં એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર બનાવાયા

વર્ષ 2016માં અતનુ ચક્રબર્તી કેન્દ્રમાં પ્રતિ નિયુકિત પર ગયા હતા તેમની સાથે તેમના પત્નિ પણ દિલ્હી ગયા હતા. તેમ છતાં જીવીએફએલ સાથેનો તેમનો કોન્ટ્રાક્ટ ચાલુ રાખવામાં આવ્યો હતો પરતું પગારમાં આઈએએસનાં પત્નિ હોવાથી નજીવો ફેરફાર કરવામાં આવ્યો હતો.

નિવૃત આઈએએસના પત્નિ ચંદના ચક્રબર્તીના એપોઈમેન્ટ લેટરમાં તેમને મહિનામાં 12 દિવસ ફરજિયાત ઓફિસમાં કાર્ય કરવું પડશે તેવી શરતથી એચઆર એડવાઈઝર તરીકે નિમણૂક આપવામાં આવી હતી. વર્ષ 2007થી લઈને 2020 સુધી સળંગ 13 વર્ષ સુધી તેમને કોઈ પણ જરૂરી શૈક્ષણિક લાયકાત વગર માત્ર આઈએએસના પત્નિ હોવાથી એચઆર એડવાઈઝર તરીકે સરકારી તિજોરીમાંથી પગાર પણ ચૂકવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: મોદી-શાહના વિશ્વાસુ ગુજરાતના IPS એકે શર્માને ડીજી ના બનાવાયા

વિવાદ બાદ સરકારે આ નિમણૂકને ગંભીરતાથી લીધી છે. તેને પગલે ચંદના ચક્રબર્તીને એચઆર એડવાઈઝર તરીકે છુટા કરી દેવાની ઉદ્યોગ વિભાગમાંથી સૂચના આપવામાં આવી હતી. જેના આધારે તેમને 30મી જુને છુટા પણ કરી દીધા. આ અંગે ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડના એમડી સંજય રાંદેરને ચંદના ચક્રબર્તીને છુટા કરી દેવા અંગે પુછવામાં આવતા તેમણે જણાવ્યું હતુ કે,

“હું તમને ઓળખતો નથી એટલે તમારા પશ્નનો જવાબ નહિં આપું.”