Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > VIDEO: નિવૃત DG પી.સી. ઠાકુર સંગીતના તાલે ઝૂમી ઉઠયા

VIDEO: નિવૃત DG પી.સી. ઠાકુર સંગીતના તાલે ઝૂમી ઉઠયા

0
202
  • ” દિલ લૂટને વાલે જાદુગર અબ મેને તુજે પહેચાના હે’ ગીતે રંગ જમાવ્યો
  • વડોદરાના અંતરિયાળ વિસ્તારમાં મિત્રો સાથે ફરવા ગયેલા નિવૃત ડીજી

મનોજ કે. કારીઆ, અમદાવાદ: ગુજરાતમાં નવા ડી.જી.પી. તરીકે આશીષ ભાટીયાએ પદગ્રહણ કર્યું છે. ત્યારે આ જ પદ પર ત્રણ વર્ષ સુધી સતત રહેલા ગુજરાતના પોલીસ વડા તરીકે રહેલાં IPS પી.સી. ઠાકુર સંગીતના તાલે ઝૂમતાં વીડીઓએ સોશીયલ મીડીઆમાં ધૂમ મચાવી છે. સ્વભાવે સરળની સાથે સતત હસતાં જોવા મળતાં પી. સી. ઠાકુરે ” દિલ લૂટને વાલે જાદુગર અબ મેને તુજે પહેચાના હે “ગીત પર ઝૂમી ઉઠયા હતા. ગીતની સાથે ઓતપ્રોત થઇ ગયેલા પી.સી. ઠાકુરને નવા જ રુપરંગ જોઇને સૌ કોઇ દંગ રહી ગયા હતા.

ગુજરાતના પોલીસ મહાનિર્દેશક તરીકે આઇ.પી.એસ. પી.સી. ઠાકુર 2013થી 2016 સુધી રહ્યાં હતા. તેઓ સ્વભાવે એકદમ મિલનસાર અને સતત હસતો ચહેરો ધરાવતા હતા.

કવિહ્દય ઠાકુર 2016માં નિવૃત થયા બાદ વડોદરામાં સેવાકીય પ્રવુતિઓ કરે છે. ફ્રેન્ડશીપ ડેના દિવસે તેઓ તેમના મિત્રો સાથે વડોદરાના અંતરિયાળ વિસ્તાર સમા જંગલ વિસ્તારમાં પીકનીક માટે ગયા હતા.

ત્યારે બધુ ભૂલીને મિત્રો સાથે તેમના ફેવરીટ ગીત ઉપર ડાન્સ કરવા લાગ્યા હતા. રંગીન મિજાજી એવા પી.સી. ઠાકુર કલરફૂલ ટી શર્ટમાં તેમના ફેવરિટ ગીત ” દિલ લુટને વાલે જાદુગર, અબ મેને તુજે પહેચાના હે ” ગીતમાં ઝૂમી ઉઠયા હતા. આ વીડીઓ સોશિયલ મીડીઆમાં વાયરલ થયો છે.

પૂર્વ ડી.જી.પી. પી.સી. ઠાકુરે જણાવ્યું કે, તેઓ વડોદરાથી 150 કિ.મી. ના અંતરે શિવરાજપુર જંગલ વિસ્તારમાં આવેલા ધરારા માતા મંદિર ખાતે મિત્રો સાથે ફ્રેન્ડશીપ ડેના દિવસે ગયા હતા.

તેમણે વધુમાં કહ્યું કે, તમારી અંદરના બાળકને જીવતો રાખવો જોઇએ. કોઇપણ પરિસ્થિતિમાં આનંદમાં રહો તો જિંદગી અઘરી લાગતી નથી.

ઉલ્લેખનીય છે કે, માનવી મનથી જ દુખી અને સુખી થતાં હોય છે. ગમે તે ઉંમરે પણ માણસ બાળક બનીને રહે તો કદાપિ દુખી થતો નથી.