Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગાંધીનગરના નિવૃત નાયબ મામલતદાર પાસેથી 30 કરોડની અપ્રમાણસર મિલકત મળી

ગાંધીનગરના નિવૃત નાયબ મામલતદાર પાસેથી 30 કરોડની અપ્રમાણસર મિલકત મળી

0
187

કલોલ: ગાંધીનગરના નિવૃત નાયબ મામલતદાર વિરમ દેસાઇ પાસેથી અપ્રમાણસર 30 કરોડની મિલકત મળી આવતા ACBએ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના સરકારી અધિકારી/ કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે સત્તાનો દુરઉપયોગ કરી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સંપત્તિ એકત્રિત કરવાના તેમજ પોતાના સગા-સબંધી કે સ્નેહીજનોના નામે સ્થાવર/જંગમ મિલકતોમાં રોકાણ કરવા બાબતે બેનામી સંપત્તિના વધુ કેસો શોધી કાઢવા બ્યુરો દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

વિરમ દેસાઈ પાસેથી 3 ફ્લેટ, 2 બંગલા, 11 દુકાનો, 1 ઓફિસ, 2 પ્લોટ અને 11 લક્ઝુરિયસ ગાડીઓ મળી આવી છે. તો તેમનું રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કર્યું હોવાનું આવ્યું સામે છે. આશરે 3 કરોડ રૂપિયાની 11 લક્ઝુરિયસ કાર પણ મળી આવી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9