Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > ફેસબુકે #ResignModi ટ્રેન્ડને બ્લોક કર્યું, બબાલ થતા ફરી રિસ્ટોર કર્યુ

ફેસબુકે #ResignModi ટ્રેન્ડને બ્લોક કર્યું, બબાલ થતા ફરી રિસ્ટોર કર્યુ

0
250
  • સોશિયલ મીડિયા નેટવર્કે માફી માગી કહ્યું- સોરી, સરકારના કહેવાથી નથી કર્યું
  • કોરોના બેકાબુ થતાં ટ્વીટર પણ પાંચ કલાક સુધી #FailedModi ટ્રન્ડમાં હતું

નવી દિલ્હીઃ ફેસબુકે ગુરુવારે સવારે પહેલાં તો #ResignModi ને બ્લોક કર્રી દીધુ. યુઝર્સે બબાલ મચાવતા ફરી રિસ્ટોર કર્યુ. સાથે માફી માગતા લખ્યું કે ભુલમાં થઇ ગયું, સરકારના કહેવાથી આવું કર્યું નહતું.

ભારતમાં કોરોનાના વધેલા પ્રકોપ વચ્ચે વડાપ્રધાન અને ભાજપ નેતૃત્વની સરકાર સામે લોકોમાં ભારે રોષ છે. સોશિયલ મીડિયા પર લોકો તેની ભડાશ પણ કાઢી રહ્યા છે. ત્યારે ફેસબુક સહિતના પ્લેટફોર્મ પર #ResignModi ટ્રેન્ડ થઇ રહ્યું છે.

આ પણ વાંચોઃ અનસ્ટોપ કોરોના રેકોર્ડઃ 24 કલાકમાં દેશમાં 3600થી વધુ મોત, પોણા 4 લાખથી વધુ નવા કેસ

કેન્દ્ર સરકાર અને PM મોદી સામે પ્રજામાં રોષ

દેશમાં અત્યારે કોરોના વાઇરસના વધતા કેસોની સાથે હોસ્પિટલોમાં બેડથી લઇ ઓક્સિજન સહિતના ઇક્વિપમેન્ટ, એમ્બ્યુલન્સની પણ અછત પડી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર લોકો કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરી રહ્યા છે. વિવિધ હેશટેગની સાથે સરકારને ઘેરવાની કોશીશ થઇ રહી છે.

ફેસબુક પર પણ PM મોદીના રાજીનામાની માગ કરતું એક હૈશટૈગ #ResignModi પણ ચાલવા માંડ્યું હતું. પરંતુ ફેસબુકે તેને થોડા સમય માટે બ્લોક કરી દીધું હતું. જો કે તેની ઉલ્ટી પ્રતિક્રિયા આવવા માંડી યુઝર્સમાં રોષ ભડકી ઉઠ્યો અને બબાલ વધી ગઇ. તેથી ફેસબુકે પોતાની ભૂલ સુધારી અને પાછળથી તેને ફરી ચાલુ કરી દીધું.

ફેસબુકના એક પ્રવક્તાએ આ અંગે કહ્યું કે

“અમે ભુલમાં આ હૈશટૈગને હંગામી ધોરણે બ્લોક કર્યું હતું. અમને ભારત સરકારે આવું કરવા કહ્યું નહતું. હવે તેને પાછો રિસ્ટોર કરી દેવાયો છે.”

વાસ્તવમાં કોરોના સંકટ વચ્ચે સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ આ હૈશટૈગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની માગ કરી રહ્યા છે. પરંતુ ફેસબુકે તેને બ્લોક કરતા યુઝર્સ #ResignModi સર્ચ કરવા લાગ્યા તો તેમને મેસજ મળતું હતું કે આ પોસ્ટ હંગામી ધોરણે છુપાવવામાં આવી છે. કારણ કે આમાના કેટલાક કન્ટેન્ટ અમારા કમ્યુનિટી સ્ટાન્ડર્ડ ની વિરુદ્ધ છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં 207 જ બેડ ખાલી

યુઝર્સે ટ્વીટર પર ફેસબુક અંગે ફરિયાદ કરી

ઘણા ફેસબુક યુઝર્સે ત્યાર બાદ હૈશટૈગ બ્લોક અંગે ટ્વીટર પર ફરિયાદ કરવા માંડી. એટલું જ નહીં કેટલાક લોકોએ તેને લોકતંત્ર માટે જોખમ બતાવી લખ્યું કે શું કોઇને લાગે છે કે લોકતંત્રમાં આવું થશે? કહેવાય છે કે ફેસબુકે બુધવારની રાત્રે જ થોડા કલાક માટે આ હૈશટૈગને બ્લોક કરી દીધુ હતુ. તે પહેલાં ટ્વીટર પર પણ વડાપ્રધાન મોદી અંગે નકારાત્મક ટ્રેન્ડ ચાલી રહ્યું હતું. આશરે પાંચ કલાક સુધી #FailedModi ટ્રન્ડમાં હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat