Gujarat Exclusive > દેશ-વિદેશ > રિસર્ચમાં ખુલાસો, 98% લોકોને કોરોના સંક્રમણથી બચાવી રહ્યો છે વૅક્સિનનો પ્રથમ ડોઝ

રિસર્ચમાં ખુલાસો, 98% લોકોને કોરોના સંક્રમણથી બચાવી રહ્યો છે વૅક્સિનનો પ્રથમ ડોઝ

0
157

નવી દિલ્હી: જો તમે કોરોના વિરોધી રસીનો એક ડોઝ પણ લીધો હશે, તો તમને 98 ટકા સુધી સંક્રમણ થવાનું જોખમ નથી. ચંદીગઢ PGIના ડૉક્ટરોએ કરેલા આ રિસર્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના દેશવ્યાપી વૅક્સિનેશન અભિયાનમાં નવા પ્રાણ ફૂંક્યા છે.  Research On Covid Vaccination

સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ ચંદીગઢ PGIના આ રિસર્ચના દાવા બાદ દેશની અન્ય મેડિકલ સંસ્થાઓ અને કોર્પોરેટ હોસ્પિટલોને પણ આ સંદર્ભે રિસર્ચ કરવા કહ્યું છે. જ્યારે અનેક સંસ્થાઓએ તો રિસર્ચ શરૂ પણ કરી દીધુ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ, ચંદીગઢ PGIએ જે દર્દીઓને કોવિડ વૅક્સિનના એક ડોઝ અને જે દર્દીઓને વૅક્સિનના બન્ને ડોઝ અપાયા તેમના પર રિસર્ચ કર્યું. રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું કે, જે દર્દીઓને વૅક્સિનનો એક ડોઝ પણ લગાવવામાં આવ્યો, તેમને સંક્રમણનો ખતરો માત્ર 2 ટકા જ હતો. જ્યારે જે દર્દીઓએ વૅક્સિનના બન્ને ડોઝ લીધા તેમને પણ સંક્રમણનો ખતરો માત્ર બે ટકા જ હતો. એટલે કે, રિસર્ચ બાદ સામે આવ્યું કે, વૅક્સિનના પ્રથમ ડોઝ લગાવવા સાથે જ કોરોના સંક્રમણથી બચવાની સંભાવનાઓ 98 ટકા વધી જાય છે.

આ પણ વાંચો:  કોંગ્રેસે રામ મંદિરની જમીન કૌભાંડ મુદ્દે PM મોદી પાસે માંગ્યો જવાબ, કોર્ટની દેખરેખમાં તપાસની માંગ 

સ્વાસ્થ્ય મંત્રાલયમાં દેશના વૅક્સિનેશન પર નજર રાખતી કમિટીના પ્રમુખ ડૉ એનકે અરોરાએ જણાવ્યું કે, આ રિસર્ચતી સાબિત થાય છે કે, વૅક્સિનના પ્રથમ ડોઝથી લોકો કોરોના વાઈરસના સંક્રમણથી સુરક્ષિત થવા લાગે છે. જેનો અર્થ એ નથી કે, દેશમાં વૅક્સિનેશનની ડોઝના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવે. એટલે કે, બન્ને ડોઝની જગ્યાએ એક જ ડોઝનો ઉપયોગ થાય. Research On Covid Vaccination

આ રિસર્ચથી સ્પષ્ટ થાય છે કે, પ્રથમ ડોઝ આપણને બચાવવા લાગે છે. જ્યારે બીજો ડોઝ લાગે, ત્યારે ઈમ્યૂનિટી મજબૂત બને છે અને એન્ટીબૉડી વાઈરસ વિરુદ્ધ લડવામાં સક્ષમ બની જાય છે. આ રિસર્ચ બાદ કોવિડ નેશનલ ટાસ્ક ફોર્સ અને વૅક્સિનેશન સાથે સંકળાયેલી કમિટીઓ આગામી રણનીતિ પર કામ કરશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat