Gujarat Exclusive > દેશ-વિદેશ > પ્રજાસત્તાક દિનની પરેડ પર વિવાદ વચ્ચે જાણો કેવી રીતે થાય છે ઝાંખીઓની પસંદગી?

પ્રજાસત્તાક દિનની પરેડ પર વિવાદ વચ્ચે જાણો કેવી રીતે થાય છે ઝાંખીઓની પસંદગી?

0
363

નવી દિલ્હી: નવુ વર્ષ આવતા જ પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે તૈયારી શરૂ થઈ ગઈ છે. 26 જાન્યુઆરીએ દેશની રાજધાની દિલ્હીમાં ગણતંત્ર દિવસના અવસરે વાર્ષિક પરેડ યોજાશે. જેમાં સમગ્ર દુનિયા ભારતીય સેનાની તાકાત જોશે. આ પરેડમાં ભારતીય સૈન્ય શક્તિ ઉપરાંત સંસ્કૃતિને પણ દર્શાવવામાં આવે છે. જેમાં રાજ્યો અને મંત્રાલયોની ઝાંખીઓ જોવા મળશે. આ વખતે પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને કેરળની ઝાંખી નહીં જોવા મળે. જેના પર રાજકારણ ગરમાઈ રહ્યું છે.

હાલ આ ત્રણેય રાજ્યોમાં બિનભાજપની સરકાર છે. જેના કારણે બદલાની ભાવનાનો આરોપ લગાવાઈ રહ્યો છે. એવામાં સમજવું જરૂરી છે કે, પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ઝાંખીઓની પસંદગી કંઈ રીતે કરવામાં આવે છે?

જણાવી દઈએ કે, પ્રજાસત્તાક દિવસની પરેડની સમગ્ર જવાબદારી રક્ષા મંત્રાલય પાસે હોય છે. જે તેની તૈયારીઓ, સુરક્ષા, પરેડ, ઝાંખી વગેરેની વ્યવસ્થા જુએ છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ દેશના રાષ્ટ્રપતિ હોય છે, જે દેશની ત્રણેય સેનાઓના પ્રમુખ પણ છે. આજ કારણે સમગ્ર જવાબદારી રક્ષા મંત્રાલય પોતાની પાસે જ રાખે છે.

આ પરેડની ઝાંખીઓના પ્રદર્શન માટે તમામ રાજ્યો, કેન્દ્રીય મંત્રાલયો અને કેન્દ્ર શાસિત પ્રદેશ તરફથી સૂચનો મંગાવવામાં આવે છે. જે બાદ એક પસંદગી પ્રક્રિયા પ્રમાણે એક કમિટી અંતિમ યાદી તૈયાર કરે છે.

 

રક્ષા મંત્રાલયના વેબસાઈટ પર જે જાણકારી પ્રાપ્ત છે તે પ્રમાણે, વર્ષ 2020ની પરેડ માટે આ આધાર પર સૂચનો માંગવામાં આવ્યા છે

► રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે સંકળાયેલ કોઈ ઐતિહાસિક કિસ્સો
► રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે સંકળાયેલ કોઈ તહેવાર
► સામાન્ય લોકોના જીવન સાથે જોડાયેલો કોઈ કિસ્સો અથવા સંદેશો
► પર્યાવરણ
► ભવિષ્યની રૂપરેખા

કેવી રીતે ટેબ્લોની થાય છે પસંદગી?
જે પણ પ્રસ્તાવ રાજ્યો અને મંત્રાલયો તરફથી આવે છે, તેના આધારે એક એક્સપર્ટ કમિટી અનેક તબક્કામાં બેઠક બાદ તેની પસંદગી કરે છે. આ કમિટીમાં કલ્ચર, પેઈન્ટિંગ, સંગીત, કૃષિ, કોરિયોગ્રાફી, કલા સહિત અન્ય ક્ષેત્રોના એક્સપર્ટ સામેલ હોય છે, જે અનેક એન્ગલથી પ્રપોઝલની સમીક્ષા કરે છે.

જ્યારે એક વખત પ્રથમ સ્કેચ/ડિઝાઈન મંજૂર થઈ જાય છે, તો પસ્તાવ કરનારને ત્રણ પ્રકારના ડાઈમેંન્શનલ મૉડલ લાવવા માટે કહેવામાં આવે છે. જ્યારે પ્રસ્તાવકો તરફથી મૉડલ રજૂ થાય છે, તે તેના પર વાટાઘાટો કરવામાં આવે છે. જે બાદ કેટલીક મિટિંગો થાય છે. જો કે કોઈ પ્રસ્તાવક મિટિંગમાં નથી આવતો, તો તેના પ્રસ્તાવને રદ્દ માનવામાં આવે છે.

આ ઉપરાંત કેટલીક મહત્વની વાતો, જે તમારે જાણવી જરૂરી
→ રક્ષા મંત્રાલય તરફથી કોઈ મૉડલ બનાવવા વાળી કંપનીનો પ્રસ્તાવ નથી આપવામાં આવતો
→ ડિઝાઈન પર માત્ર રાજ્યોના નામ અંગ્રેજી/હિન્દીમાં લખવામાં આવી શકે છે. આ ઉપરાંત અન્ય કંઈ પણ નથી લખવામાં આવતું.
→ પ્રસ્તાવકો તરફથી પોતાની ડિઝાઈનના ત્રણ મૉડલ રજૂ કરવામાં આવે છે. જેમાંથી એકનું સિલેક્શન કમિટી પસંદ કરે છે
→ ઝાંખી માટે એક ટ્રેક્ટર, 10 કલાકાર, સ્થાનિક વેશભૂષા, લોકગીત વગેરેની જવાબદારી પ્રસ્તાવકોની હોય છે.

ઉત્તર પ્રદેશની રાહે ગુજરાત પોલીસ, પ્રદર્શનકારીઓની સંપત્તિ જપ્ત કરી નુક્સાન વસૂલશે