Gujarat Exclusive > દેશ-વિદેશ > Republic Day: PM મોદીએ શહીદોને સલામી આપી, રાજપથ પર ભવ્ય પરેડ

Republic Day: PM મોદીએ શહીદોને સલામી આપી, રાજપથ પર ભવ્ય પરેડ

0
140

Republic Day 2021: દેશ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. ભારત આજે પોતાનો 72મો પ્રજાસત્તાક પર્વ (Indian Republic Day) મનાવી રહ્યો છે. રાજપથ પર આયોજિત મુખ્ય કાર્યક્રમ થકી દુનિયા ભારતની તાકાત દેખશે. દેશની સેનાના જાબાંજ જવાનોની પરેડ (Republic Day Parade)અને સૈન્ય તાકાત દુનિયા જોશે. આ સિવાય વિવિધ ઝાંકીઓના માધ્યમથી ભારતના સાંસ્કૃતિક વિરાસતને રજૂ કરવામાં આવશે. પ્રજાસત્તાક પર્વની પળેપળની અપડેટ્સ

નેશનલ વૉર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ PM મોદીએ વિઝિટર્સ બુકમાં પોતાના વિચાર વ્યક્ત કર્યાં. આ દરમિયાન ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ, CDS બિપિન રાવત સહિત સેનાની ત્રણેય પાંખોના પ્રમુખ હાજર રહ્યાં હતા.

નેશનલ વૉર મેમોરિયલ પર શહીદોને સલામી આપ્યા બાદ PM મોદી હવે રાજપથ તરફ આગળ વધી રહ્યાં છે. થોડીવારમાં PM મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સ્વાગત કરશે. પ્રજાસત્તાક પર્વ પર રાષ્ટ્રપતિ વિશેષ અતિથિ હોય છે.

પ્રથમ વખત રાફેલ ફાઈટર જેટની ઉડાન સાથે T-90 ટેન્કો, સમવિજય ઈલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલી, સુખોઈ-30 સહિતના ફાઈટર વિમાનો સહિત પોતાની પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરશે.

રાષ્ટ્રીય સ્મારક પર વડાપ્રધાન મોદી (PM Modi) દ્વારા દેશ માટે બલિદાન આપનારા નાયકોને શ્રદ્ધાંજલિ આપવા સાથે પ્રજાસત્તાક પર્વ પરેડની (Republic Day Parade) શરૂઆત થશે. વડાપ્રધાન દેશ માટે પોતાના પ્રાણની આહૂતિ આપનારા નાયકોને પુષ્પાંજલિ અર્પણ કરશે. જે બાજ PM મોદી (PM Modi) સહિતના અતિથિઓ રાજપથ પર રિપબ્લિક ડે પરેડના (Republic Day Parade) સાક્ષી બનશે.

આ પણ વાંચો: દાહોદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી, કોવિડ ગાઈડલાઈન્સનું કરાશે પાલન

પ્રજાસત્તાક પર્વના (Republic Day 2021) અવસરે આકાશથી લઈને જમીન સુધી ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દિલ્હીમાં રાત્રે જ મોટી-મોટી ઈમારતોમાં 100 સ્નાઈપરોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. એન્ટી એરક્રાફ્ટ ટેક્નીકથી સજ્જ ગન ગોઠવી દેવામાં આવી છે. પ્રજાસત્તાક પર્વે પાકિસ્તાનના ષડયંત્રના ઈનપુટ મળ્યા બાદ દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે.

વડાપ્રધાન મોદીએ (PM Modi) પ્રજાસત્તાક પર્વ (Republic Day) નિમિત્તે પોતાના ટ્વીટર થકી દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. આ સાથે જ સૌ કોઈની નજર કૃષિ કાયદાનો (Farm Laws In India) વિરોધ કરી રહેલા ખેડૂતોની ટ્રેક્ટર રેલી (Farmers Tractor Rally) પર પણ છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9