Gujarat Exclusive > દેશ-વિદેશ > આ વખતે પ્રજાસત્તાક દિવસે ચીફ ગેસ્ટ નહીં હોય, કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા

આ વખતે પ્રજાસત્તાક દિવસે ચીફ ગેસ્ટ નહીં હોય, કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા

0
184

અગાઉ પણ ત્રણ વખત ચીફ ગેસ્ટ વગર પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઇ Republic Day

નવી દિલ્હી: કોરોના વાઇરસના કારણે આ વખતે પ્રજાસત્તાક દિવસે કોઇ પણ વિદેશી ચીફ ગેસ્ટ નહીં હોય. આ વખતે 26 જાન્યુઆરીએ પરેડ માટે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન ચીફ ગેસ્ટ તરીકે આવવાના હતા, પરંતુ ત્યાં મળેલા નવા સ્ટ્રેન અને લોકડાઉનના કારણે બોરિસ જોનસને ભારત આવવાનો કાર્યક્રમ રદ કરી દીધો છે. ત્યારબાદ કહેવામાં આવી રહ્યુ હતુ કે આ વખતે ચીફ ગેસ્ટ વગર પ્રજાસત્તાક દિવસ મનાવવામાં આવી શકે છે, જેના પર હવે સરકારે મોહર લગાવી દીધી છે. Republic Day

આ પણ વાંચો: ફ્રોડ લોન મામલે Googleની મોટી કાર્યવાહી

અગાઉ ત્રણ વખત કોઇ ચીફ ગેસ્ટ નથી આવ્યા

આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડ પર કોઇ પણ વિદેશી મેહમાન જોવા નહીં મળે. પરંતુ આવુ પ્રથમ વખત નથી બની રહ્યુ. અગાઉ પણ ત્રણ વખત આવુ બની ચુક્યુ છે, જ્યારે 26 જાન્યુઆરીની પરેડ વિદેશી ચીફ ગેસ્ટ વગર મનાવવામાં આવી હોય. વર્ષ 1952, 953 અને ત્યાર બાદ 1966માં લાલ બહાદુર શાસ્ત્રીના નિધનના કારણે કોઇ મહેમાનને આમંત્રણ અપાયુ ના હતુ.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9