Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: સિવિલ હોસ્પિટલ ખાતે ૭૨માં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલ ખાતે ૭૨માં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી

0
121

અમદાવાદ: શહેરની સિવિલ હોસ્પિટલના (Ahmedabad Civil Hospital) પ્રાંગણમાં ૭૨માં પ્રજાસત્તાક દિને (Republic Day) સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો જે વી મોદી દ્વારા રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવી સલામી આપવામાં આવી હતી.

કોરોના કાળમાં (Corona Pandemic) વર્ષના પ્રારંભે જ્યારે કોરોના અંતની શરૂઆત થઇ છે, ત્યારે તબીબોએ ઉત્સાહભેર ગણતંત્ર દિવસની ઉજવણી (Republic Day Celebration) કરીને સકારાત્મકતાનો સંદેશો પાઠવ્યો હતો.

આ પ્રસંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર જે.વી. મોદીએ જણાવ્યું કે, “કોરોના કાળમાં થઈ રહેલ 72માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી સવિશેષ છે. સમગ્ર વર્ષ ૨૦૨૦ દરમિયાન સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમે એક જૂથ થઈ કોરોના સામે લડત આપી બાથ ભીડી હતી. જેના પરિણામ સ્વરૂપ આજે કોરોના સામેની મોટા ભાગની જંગ જીતવામાં સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) સફળ રહી છે.”

આ પણ વાંચો: 72મો પ્રજાસત્તાક પર્વ: ખોડલધામમાં ગુજરાતનો સૌથી લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો

કોરોના રસીકરણની (Corona Vaccination In India) જ્યારે શરૂઆત થઇ છે, તેવા સમયે હજુ થોડું ધીરજ રાખીને સરકારી તમામ દિશાનિર્દેશોનું પાલન કરીને એ જ જોમ અને જુસ્સાથી લડતને આગળ ધપાવી સકારાત્મક પરિણામ સુધી લઈ જવા માટે ઉપસ્થિત તમામ લોકોને ડૉ. જે.વી.મોદીએ સંદેશો આપ્યો હતો.

૭૨માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં (Republic Day Celebration) સિવિલ હોસ્પિટલના (Ahmedbad Civil Hospital) તમામ વિભાગના વડા, સિનિયર તબીબો, નર્સિંગ,પેરામેડિકલ સ્ટાફ, સિક્યુરીટી કર્મીઓ,સફાઇ કર્મીઓએ ઉત્સાહભેર સમગ્ર કાર્યક્રમની ઉજવણી કરી હતી.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9